કડકડતી ઠંડીના કારણે અનેક રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ, આ તારીખ સુધી રાહત નહી
રાજધાનીમાં ખુબ જ ઠંડી પડી રહી છે પરંતુ હાલ આ ઠંડી તરફથી રાહત મળવાની કોઇ જ શક્યતા જોવા નથી મળી રહી. હવામાનનાં પૂર્વાનુમાન અનુસાર દિલ્હી-એનસીઆર, પંબાજ, હરિયાણા, વેસ્ટ યૂપી, ઇસ્ટ યૂપી, નોર્થ રાજસ્થાનમાં ઠંડીના કારણે ઓરેન્જ એલર્ટ ઇશ્યું કરવામાં આવ્યું છે. આ તમામ સ્થળો પર ખુબ જ ઠંડી પડવાની સંભાવના છે. આ દરમિયાન ઝાકળ ખુબ જ વધી શકે છે. વિજિબિલિટી 50 મીટર અથવા તેનાથી ઘટી શકે છે. હવામાન વિભાગના અનુસાર 27-29 જેટલી ઠંડીનો પ્રકોપ ચાલુ રહેશે.
Trending Photos
નવી દિલ્હી : રાજધાનીમાં ખુબ જ ઠંડી પડી રહી છે પરંતુ હાલ આ ઠંડી તરફથી રાહત મળવાની કોઇ જ શક્યતા જોવા નથી મળી રહી. હવામાનનાં પૂર્વાનુમાન અનુસાર દિલ્હી-એનસીઆર, પંબાજ, હરિયાણા, વેસ્ટ યૂપી, ઇસ્ટ યૂપી, નોર્થ રાજસ્થાનમાં ઠંડીના કારણે ઓરેન્જ એલર્ટ ઇશ્યું કરવામાં આવ્યું છે. આ તમામ સ્થળો પર ખુબ જ ઠંડી પડવાની સંભાવના છે. આ દરમિયાન ઝાકળ ખુબ જ વધી શકે છે. વિજિબિલિટી 50 મીટર અથવા તેનાથી ઘટી શકે છે. હવામાન વિભાગના અનુસાર 27-29 જેટલી ઠંડીનો પ્રકોપ ચાલુ રહેશે.
કારગિલ યુદ્ધનાં 'હીરો' કાલે અંતિમ વખત દેખાડશે દમ, દશકો સુધી સિમાડા સાચવ્યા
આ વર્ષે ડિસેમ્બરમાં તાપમાન 19.15 થવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો એવું થાય છે તો આ આ સદીનું બીજુ સૌથી ઠંડો ડિસેમ્બર હશે. આ અગાઉ 1997માં તાપનામ 17.3 નોંધવામાં આવ્યું હતું અને ચંડીગઢ સૌથી ઠંડુ હતું. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં ઠંડીના કારણે લોકોના દૈનિક જીવન પર પણ અસર પડે છે. ગાઢ ધુમ્મસ અને તડકો નહી નિકળવાનાં કારણે લોકો પરેશાનીનો સામનો કરવો પડે છે. ઓફીસ અથવા અન્ય કામથી બહાર નિકળનારા લોકો જામનો સામનો કરવો પડે છે.
દિલ્હી જેવા શહેરોમાં કેટલીક શાળાઓમાં રજા અને કોલેજમાં પણર જા જાહેર કરવામાં આવે છે. ધુમ્મસનાં કારણે લોકો ઘરની બહાર નિકળાનું પણ ટાળતા હોય છે. જો કે હાલ તો સરકાર દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ શિયાળો દિલ્હી વાસીઓ માટે ભારે પડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે