EVM મુદ્દે વિપક્ષની 21 પાર્ટીઓ ફરી સર્વોચ્ચ અદાલતના દરવાજા ખટખટાવશે
21 રાજકીય પક્ષના નેતાઓએ મીડિયાને જણાવ્યું છે કે, ચૂંટણી પંચે મુદ્દાઓને ગંભીરતાથી લીધા નથી અને દેશ થતા તેના લોકોની આશાઓ પર તે સાચું સાબિત થયું નથી
Trending Photos
નવી દિલ્હીઃ વિરોધ પક્ષના નેતાઓએ રવિવારે જણાવ્યું કે તેઓ 'ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન' (EVM)માં ગરબડ અને તેની સાથે છેડછાડના મુદ્દાને સર્વોચ્ચ અદાલતમાં ઉઠાવશે. અહીં, 21 રાજકીય પક્ષના નેતાઓએ મીડિયાને જણાવ્યું છે કે, ચૂંટણી પંચે મુદ્દાઓને ગંભીરતાથી લીધા નથી અને દેશ થતા તેના લોકોની આશાઓ પર તે સાચું સાબિત થયું નથી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટીના પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું કે લોકોમાં વિશ્વાસની સ્થાપના કરવા માટે વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) અનિવાર્ય છે.
તેમણે જણાવ્યું કે, 'પેપર ટ્રેલ દ્વારા જ મતદારોનો વિશ્વાસ ફરીથી પ્રાપ્ત કરી શકાય છે. VVPAT, મતદાન પ્રણાલીની શુદ્ધતાને સુનિશ્ચિત કરે છે.' નાયડુએ કહ્યું કે, તેલંગાણામાં 25 લાખ મતદારોના નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે, જેના અંગે ચૂંટણી પંચે પાછળથી સ્વીકાર કર્યો છે. નાયડુએ કહ્યું કે, "ચૂંટણી પંચે આ વાત સ્વીકારી અને પછી સોરી કહી દીધું છે. તો શું આટલું કહી દેવું પુરતું છે?"
કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું કે, સર્વોચ્ચ અદાલતમાં 50 ટકા EVMનું VVPAT સાથે ચેક કરવાની માગ કરાશે. તેમણે જણાવ્યું કે, વાસ્તવિક પ્રમાણ વગર લાખો મતદારોના નામ ઓનલાઈન કાપી નાખવામાં આવ્યા છે.
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલે જણાવ્યું કે, માત્ર એક જ પાર્ટી VVPATનો વિરોધ કરી રહી છે, કેમ કે EVMમાં ગરબડ તેને સીધો ફાયદો પહોંચાડી રહી છે. આ પ્રસંગે કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષોના નેતાઓ પણ હાજર હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે