Opposition Meeting: બિહારમાં વિપક્ષી પાર્ટીની બેઠક પૂર્ણ, રાહુલ ગાંધી બોલ્યા- દેશ બચાવવા કોંગ્રેસ બલિદાન આપવા તૈયાર
Lok Sabha Elections 2024: પટનામાં આજે યોજાયેલી વિપક્ષી દળોની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. આ બેઠકમાં 15 રાજકીય પાર્ટીઓના 30થી વધુ નેતાઓએ ભાગ લીધો હતો.
Trending Photos
પટનાઃ Opposition Parties Meeting: બિહારના પટનામાં શુક્રવાર (23 જૂન) એ વિપક્ષી દળોની મહાબેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 30થી વધુ નેતાઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં આગામી લોકસભા ચૂંટણી -2024 (Lok Sabha Election 2024) માં ભાજપ વિરુદ્ધ એક થઈને મેદાનમાં ઉતરવાની સંયુક્ત રણનીતિ પર મંથન કરવામાં આવ્યું છે. વિપક્ષી દળોની આ બેઠક ચાર કલાક સુધી ચાલી હતી.
આ બેઠક બાદ સંયુક્ત પત્રકાર પરિષદમાં નીતીશ કુમારે કહ્યુ કે, આ એક સારી બેઠક હતી, જેમાં મળીને ચૂંટણી લડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જલદી મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં વધુ એક બેઠક યોજાશે. એક સાથે ચાલવા પર વાત થઈ છે. આગામી બેઠક, અંતિમ મીટિંગ હશે. અમે બધા સાથે રહીશું તો ભાજપને 100 સીટો પર રોકીશું. અમે સાથે રહ્યાં તો ભાજપનો જરૂર પરાજય થશે. એનસીપી ચીફ શરદ પવારે કહ્યુ કે ઉદ્ધવ ઠાકરે અને અમે છેલ્લાં 25 વર્ષથી એકબીજા વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યાં હતા, પરંતુ બધુ ભૂલીને અમે સાથે આવી ગયા.
#WATCH | Patna, Bihar: Bengal CM Mamata Banerjee during the joint opposition meeting said "We are united, we will fight unitedly...The history started from here, BJP wants that history is changed. And we want history should be saved from Bihar. Our objective is to speak against… pic.twitter.com/C9CvNooeTM
— ANI (@ANI) June 23, 2023
શિમલામાં યોજાશે આગામી બેઠક
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યુ કે દેશ બચાવવા માટે કોંગ્રેસ બલિદાન આપવા તૈયાર છે. વિપક્ષની બેઠકની મોટી વાત કે અમે બધા સાથે છીએ. વિપક્ષની આગામી બેઠક શિમલામાં થશે અને જલદી તેની તારીખની જાહેરાત કરવામાં આવશે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની યજમાનીમાં આ બેઠક મુખ્યમંત્રી આવાસ પર આયોજીત કરવામાં આવી હતી.
આ દિગ્ગજ બેઠકમાં થયા સામેલ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ સાંસદ રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, શિવસેના (યુબીટી) વડા ઉદ્ધવ ઠાકરે, એનસીપી પ્રમુખ શરદ પવાર, ઘણા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન, નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લા, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના નેતા મહેબૂબા મુફ્તી, કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઈન્ડિયા-માર્કસિસ્ટ (સીપીઆઈ-એમ)ના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરી સહિતે બેઠકમાં હાજરી આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે