ફિલ્મ 'આદિપુરુષ' વિવાદ વચ્ચે મોરારી બાપુનું મોટું નિવેદન, 'નાટક કે ફિલ્મ બનાવતા પૂર્વે મારી સલાહ લો'

ઉત્તરાખંડમાં રામકથા દરમિયાન કથાકાર મોરારી બાપુનું એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. મોરારી બાપુએ જણાવ્યું હતું કે ભગવાન રામને લઈને ચલચિત્ર કે નાટક વગેરે બનાવતા પૂર્વે મારી સલાહ લેવી જોઈએ. 

ફિલ્મ 'આદિપુરુષ' વિવાદ વચ્ચે મોરારી બાપુનું મોટું નિવેદન, 'નાટક કે ફિલ્મ બનાવતા પૂર્વે મારી સલાહ લો'

ઝી બ્યુરો/ભાવનગર: આદિપુરુષ ફિલ્મને લઈને ગુજરાત જ નહીં, સમગ્ર દેશમાં વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ વચ્ચે ઉત્તરાખંડમાં રામકથા દરમિયાન કથાકાર મોરારી બાપુનું એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. મોરારી બાપુએ જણાવ્યું હતું કે ભગવાન રામને લઈને ચલચિત્ર કે નાટક વગેરે બનાવતા પૂર્વે મારી સલાહ લેવી જોઈએ. 

મોરારી બાપુએ કહ્યું મે રામકથા પર 65 વર્ષ કાર્ય કર્યું છે. વાલ્મિકિ, તુલસીદાસ રચિત રામાયણને માધ્યમ બનાવવી જોઈએ અને વધુ કોઈ માહિતી જોઈએ તો મને એ વિશે પૂછવું જોઈએ એવું મોરારી બાપુએ નમ્રભાવે કહ્યું હતું. હાલ આદિપુરુષ ફિલ્મને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે, એ દરમ્યાન મોરારી બાપુનું નિવેદન સામે આવ્યું છે.

આદિપુરુષ વિવાદ મામલે હવે કથાકાર મોરારી બાપુએ પણ આડકતરો કટાક્ષ કર્યો છે. બોલિવુડ ફિલ્મ આદિપુરુષ ફિલ્મમાં તેના ડાયલોગને કારણે વિવાદમાં છે. આ દરમિયાન ગુજરાતના જાણીતા કથાકાર મોરારી બાપુએ પણ તેમાં ઝંપલાવ્યું છે અને તેમણે જણાવ્યું હતું કે, નાટક બનાવો કે ફિલ્મ બનાવો પણ રામાયણનો આધાર તો લો, કોઈને ન પૂછો પણ મને પૂછો તો હું રામાયણ અને તેના પાત્રોની સત્ય હકીકત કહીશ. મોરારીબાપુએ રામાયણ સિરિયલના રામાનંદ સાગરને યાદ કરતાં કહ્યું કે, સિરિયલ બનાવતા પૂર્વે રામાનંદ સાગર તલગાજરડા આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત દેશભરમાં હાલ ફિલ્મ આદિપુરુષને લઈ વિવાદ ચાલુ છે. આ દરમિયાન હવે ફિલ્મમાં કેટલાક ડાયલોગમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. કથાકાર મોરારીબાપુએ આ ફિલ્મના ડાયલોગને લઈને નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, નવલકથા હોઈ કે ફિલ્મ રામાયણ અને તેના પાત્રો વિષે યોગ્ય બોલાતું નથી, નાટક બનાવો કે ફિલ્મ બનાવો પણ રામાયણનો આધાર તો લો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news