PICS: પુષ્કળ દારૂ ઢીંચીને નશામાં ધૂત રહી મહિલા, બાજુમાં સૂતેલી દોઢ મહિનાની બાળકીનું ભૂખથી મોત
Trending Photos
દેવેન્દ્ર મિશ્રા/ ધમતરી: માતા શબ્દની સરખામણી આ દુનિયામાં કોઈની સાથે થઈ શકે નહીં. જ્યાં બાળકની વાત આવે ત્યાં માતા તેની સુરક્ષા માટે ગમે તે હદે જઈ શકે છે. પરંતુ કોઈ માતા જ્યારે પોતાની જ માસૂમ બાળકીના મોતનું કારણ બને તો? આવો જ કઈક મામલો છત્તીસગઢના ધમતરી જિલ્લામાં જોવા મળ્યો છે. જ્યાં એક માતા દારૂના નશામાં ધૂત રહી અને તેની દોઢ મહિનાની બાળકી ભૂખથી તડપી તડપીને મોતના મુખમાં જતી રહી. આ દુ:ખદ ખબર શહેર સુંદરગંજ વોર્ડની છે. જ્યાં રાજવીર કૌર નામની મહિલા તેની દોઢ મહિનાની બાળકી સાથે રહેતી હતી.
કહેવાય છે કે રાજવીર દારૂની વ્યસની હતી. તે શુક્રવારે ખુબ જ દારૂ ઢીંચીને પડી રહી હતી. સવારે પણ દારૂ પીને સૂતેલી જ હતી. આ દરમિયાન તેની બાળકી પણ માતાની બાજુમાં સૂતી હતી. લોકોનું કહેવું છે કે બાળકી ભૂખના કારણે મરી ગઈ. બાળકી માતા સાથે સૂતી હતી. એવી પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે બાળકી માતાની બાજુમાં જ સૂતેલી જોવા મળી હતી. એટલે કદાચ તેનું દબાઈને પણ મોત થયું હોઈ શકે છે.
ઘટનાની સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ અંગે પોલીસકર્મી નવનીત પાટીલે જણાવ્યું કે બાળકીના મોત મામલે આગળ તપાસ થઈ રહી છે. બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે.
આ ભયાનક ઘટનાને લઈને જાત જાતની ચર્ચાઓ થઈ રહી છે. કહેવાય છે કે જે બાળકીનું મોત થયું તેનું હજુ તો નામકરણ પણ થયું નહતું. તે પરિવારમાં મહિલા તેના પતિ અને બે બાળકો સાથે રહેતી હતી. આ ઘટના બાદ બધા સ્તબ્ધ છે.
PHOTOS: વિરાટ કોહલીને સલમાન ખાન જરાય નથી ગમતો, કારણ છે ભાઈજાનના મોઢેથી નીકળેલો આ એક શબ્દ!
OMG! વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટમાંથી ડોક્ટરોએ કાઢ્યો 59 ફૂટ લાંબો કીડો, PHOTOS જોઈને ચક્કર આવી જશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે