Petrol-Diesel માં કંઈક આ રીતે ઓઈલ કંપનીઓ ગ્રાહકો પાસે ચલાવે છે લૂંટ, CAGના રિપોર્ટમાં થયો ખુલાસો

ઓઈલ કંપનીઓ (Oil companies) ગ્રાહકોને ઓવરચાર્જીંગ કરી રહી છે તેવો ખુલાસો CAGના રિપોર્ટમાં થયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારામાં કંપનીઓ કેવી રીતે ફાયદો મેળવી રહી છે તેનો પણ ખુલાસો થયો છે.

Petrol-Diesel માં કંઈક આ રીતે ઓઈલ કંપનીઓ ગ્રાહકો પાસે ચલાવે છે લૂંટ, CAGના રિપોર્ટમાં થયો ખુલાસો

નવી દિલ્લીઃ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત દરરોજ વધારો થઈ રહ્યો છે. હવે કિંમતો એટલી વધી ગઈ છે કે પાછલા તમામ વર્ષના રેકોર્ડ તોડી નાખ્યા છે. આવી સ્થિતિમાં દેશના સૌથી મોટા ઓડિટર કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા(CAG) એ તેલ કંપનીઓ (Oil companies) પર સવાલ ઉઠાવ્યા છે. કેગને પેટ્રોલ અને ડીઝલના દૈનિક ભાવ પ્રણાલીમાં ઘણી ભૂલો જોવા મળી છે.

CAGના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઓઇલ કંપનીઓ (Oil companies) ગ્રાહકોને ઓવરચાર્જ કરી રહી છે. આ ઓડિટ રિપોર્ટ 2014-15થી 2017-18ના સમયગાળા દરમિયાન તૈયાર કરવામાં આવ્યો છે, જેને 9 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરવામાં આવ્યો.

188 આઉટલેટ (IOCના 40, HPના 35 અને BPના 16)માંથી 91 આઉટલેટમાં 3 હજાર 463 વખત આવી ઘટના બની છે કે જ્યારે ડીલર્સે તેલના ભાવ સવારે 6 વાગ્યે ન બદલ્યા. કેગના અહેવાલમાં જણાવાયું છે કે દૈનિક ભાવોમાં ફેરફાર સવારે 6 વાગ્યા પહેલા 587 મિનિટની રેન્જમાં મેન્યુઅલી કરવામાં આવ્યો હતો, જ્યારે સવારે 6 વાગ્યા પછી 1078 મિનિટની રેન્જમાં ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો. CAGના જણાવ્યા પ્રમાણે આવી ઘટનાઓને લીધે ગ્રાહક સાથે વધુ પડતા ચાર્જિંગની ઘટનાને નકારી શકાય નહીં. 3 સરકારી કંપનીઓના 55 હજાર 13 રીટેલ આઉટલેટમાંથી આ 188 આઉટલેટ પસંદ કરવામાં આવ્યા હતા. જેમાંથી 61 ઓટોમેટેડ છે અને 127 નોન ઓટોમેટેડ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news