1 કલાક 46 મિનિટની અત્યંત ખૌફનાક ફિલ્મ, 3 મિત્રો અને 1 જિન, ભૂલેચૂકે એકલા જોવાની હિંમત ન કરતા

2022 Biggest Horror Film: છેલ્લા કેટલાક દાયકાઓ વચ્ચે હોરર ફિલ્મોનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. પછી ભલે તે હોરર કોમેડી હોય કે પછી ખૂંખાર અને ખૌફનાક દ્રશ્યોવાળી હોરર ફિલ્મ હોય. અમે તમને આજે એક એવી ડરામણી ફિલ્મ વિશે જણાવીશું જે 2022માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં કોઈ આત્મા કે ભૂત નહીં પરંતુ એક જિનનો કહેર ત્રણ મિત્રો પર એવો વરસે છે કે તેમનું જીવવું મુશ્કેલ બની જાય છે. 

2022ની ફિલ્મ

1/5
image

જો તમે પણ હોરર ફિલ્મો જોવાનું પસંદ કરતા હોવ અને રોજ અલગ અલગ કન્ટેન્ટ શોધતા હોવ તો આજે અમે તમને એક એવી ફિલ્મ વિશે જણાવીશું જેને જોઈને થથરી જશો. કારણ કે આ ફિલ્મની વાર્તા એક જિનની આસપાસ ઘૂમે છે. 

1 કલાક 46 મિનિટની ડરામણી ફિલ્મ

2/5
image

આપણે જિન વિશે તો ક્યારેક સાંભળ્યું હશે કે જો તે પાછળ પડી જાય તો જીવવું મુશ્કેલ કરી નાખે છે. આવી જ કહાની આ ફિલ્મની પણ છે. આ ફિલ્મ ત્રણ મિત્રો પર છે. જેમના પર એક જિનની નજર પડે છે. આ ફિલ્મ 2022માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં કોઈ મોટા કલાકાર તમને જોવા નહીં મળે પરંતુ આમ છતાં આ ફિલ્મ દર્શકોને ખુબ પસંદ પડી હતી. ફિલ્મનું નામ છે Aseq. 

3 મિત્રો પર જિનની નજર

3/5
image

ફિલ્મનું દિગ્દર્શન સરિમ મોમીને કર્યું છે. ફિલ્મમાં વર્ધાન પુરી, સોનાલી સહેગલ, સિદ્ધાંત કપૂર, એલેના રોક્સાના મારિયા ફર્નાન્ડિસ, આદિ ચુગ, જૂલિયન ગિલાર્ડ અને એમ્મા કાલર જેવા કલાકારો જોવા મળી રહ્યા છે. ફિલ્મની કહાનીમાં પ્રિયંકા (એલેના રોક્સાના)થી અલગ થયા બાદ રોની (વર્ધાન પુરી)ને લૈલા (સોનાલી સહેગલ) જોડે પ્રેમ થઈ જાય છે. પરંતુ તેની સાથે કેટલીક અજીબોગરીબ ઘટનાઓ  ઘટવા લાગે છે. જેની અસર તેના મિત્રો સારેમ અને આદિ ઉપર પણ થાય છે. જે તેને  બચાવવાની કોશિશ કરે છે. 

બોક્સ ઓફિસ પર હિટ

4/5
image

કહાનીમાં અનેક ભયંકર ટ્વિસ્ટ આવે છે જે તમે ચોંકાવી દેશે. તેઓ આ ચીજો સાથે કેવી રીતે ડીલ કરે છે અને પોતાને બચાવે છે તે જોઈને ડર લાગશે. આ ફિલ્મની ખાસ વાત એ છે કે ફિલ્મમાં કોઈ મોટા કલાકાર ન હોવા છતાં ફિલ્મે બોક્સ ઓફિસ પર સફળતા મેળવી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મનું ટોટલ બજેટ 10 કરોડ રૂપિયા હતું. જ્યારે બોક્સ ઓફિસ પર 15 કરોડની કમાણી કરી હતી અને હવે ઓટીટી પર ટ્રેન્ડ કરી રહી છે. 

Where To Watch - ક્યાં જોઈ શકશો ફિલ્મ

5/5
image

જો તમને હોરર ફિલ્મો જોવી ગમતી હોય તો આ ફિલ્મ તમારા માટે એક સારો ઓપ્શન સાબિત થઈ શકે છે. ફિલ્મની કહાની તેને યુનિક બનાવે છે. જે એક જિન પર આધારિત છે. બોલીવુડ કે સાઉથમાં જિનો પર ખુબ ઓછી ફિલ્મો  બને છે. આ ફિલ્મને IMDb પર 5.4 રેટિંગ મળેલા છે. જો તમે આ ફિલ્મ જોવા માંગતા હોવ તો તેને ઓટીટી પ્લેટફોર્મ જિયો સિનેમા કે પછી પછી ફ્રીમાં યુટ્યુબ ઉપર પણ જોઈ શકો છો.