JEE Mainની દરેક પરીક્ષા માટે ચૂકવવી પડશે અલગ-અલગ ફી, જાણો શું થયા છે ફેરફાર

આવતા વર્ષથી જેઇઇ મેઇન (JEE Main 2021) પરીક્ષા ચાર સત્રમાં લેવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) આવતા વર્ષે JEE Main 2021 ચાર વખત પરીક્ષા લેવાની યોજના બનાવી રહી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી (Education Miniser) રમેશ પોખરીયાલે લાઈવ આવીને આ અંગેની માહિતી આપી હતી

JEE Mainની દરેક પરીક્ષા માટે ચૂકવવી પડશે અલગ-અલગ ફી, જાણો શું થયા છે ફેરફાર

નવી દિલ્હી: આવતા વર્ષથી જેઇઇ મેઇન (JEE Main 2021) પરીક્ષા ચાર સત્રમાં લેવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) આવતા વર્ષે JEE Main 2021 ચાર વખત પરીક્ષા લેવાની યોજના બનાવી રહી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી (Education Miniser) રમેશ પોખરીયાલે લાઈવ આવીને આ અંગેની માહિતી આપી હતી. પરીક્ષાની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ચાર વખત હાજર રહી શકે છે. જે સત્રમાં સારા માર્ક્સ (Marks) છે તે ફાઇનલ માનવામાં આવશે.

અલગ અલગ ચૂકવવી પડશે ફી
પરંતુ આ તમામ પરીક્ષાઓમાં ભાગ લેવા માટે, ઉમેદવારોએ અલગ અલગ ફી (Fees) જમા કરવાની રહેશે. જે અટેમ્પ્ટમાં માર્ક્સ શ્રેષ્ઠ હશે તેને ફાઇનલ માર્ક્સ માનવામાં આવશે. વિદ્યાર્થીઓ એક એપ્લિકેશનમાં તમામ અટેમ્પ્ટ્સ માટે નોંધણી કરાવી શકે છે અને ફી જમા કરી શકે છે. NTAએ કહ્યું છે કે પરીક્ષાના અભ્યાસક્રમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ જુદા જુદા બોર્ડ દ્વારા અભ્યાસક્રમમાં ઘટાડો થતાં પરીક્ષાની રીત બદલાઇ છે.

13 ભાષાઓમાં લેવામાં આવશે પરીક્ષા
વિદ્યાર્થીઓએ હવે ઉપલબ્ધ 90 પ્રશ્નોમાંથી માત્ર 75 જ અટેમ્પ્ટ કરવાના રહેશે તથા 15 ઓપ્શનલ પ્રશ્નો પણ હશે જેમાં કોઈ નેગેટિવ માર્કિંગ નહીં હોય. B.Arch માટે ડ્રોઇંગ ટેસ્ટને છોડી અન્ય તમામ વિષયોની ચકાસણી ફક્ત ઓનલાઇન મોડમાં કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે, જેઇઇની પ્રથમ પરીક્ષા ફેબ્રુઆરીમાં લેવામાં આવશે. જેઇઇ મેઈન પરીક્ષા 23થી 26 ફેબ્રુઆરી દરમિયાન લેવામાં આવશે. જણાવી દઇએ કે, આ વખતે પરીક્ષા 13 ભાષાઓમાં લેવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news