નાણા મંત્રીએ કરી સ્પષ્ટતા, બેંકોના મર્જરથી કોઈની પણ નોકરી જશે નહીં

નાણા મંત્રી નિર્મલા સીતારમણે સરકારી બેંકોના પ્રસ્તવિત મર્જરથી કર્મચારીઓની નોકરી જવાના જોખમની ચિંતાને ફગાવી દીધી છે.

નાણા મંત્રીએ કરી સ્પષ્ટતા, બેંકોના મર્જરથી કોઈની પણ નોકરી જશે નહીં

નવી દિલ્હી: નાણા મંત્રી નિર્મલા સીતારમણે સરકારી બેંકોના પ્રસ્તવિત મર્જરથી કર્મચારીઓની નોકરી જવાના જોખમની ચિંતાને ફગાવી દીધી છે. તેમણે કહ્યું કે મર્જરના આ નિર્ણયથી કોઈ પણ કર્મચારીની નોકરી જશે નહીં. સીતારમણે નોકરી જતી રહેવા અંગેની બેંક યુનિયનોની ચિંતાઓ અંગે પત્રકારોને કહ્યું કે 'બિલકુલ તથ્યહિન વાત છે. હું તેમાની દરેક બેંકના તમામ યુનિયનો તથા લોકોને ખાતરી અપાવવા માંગુ છું કે તેઓ મારી કહેલી વાતોને યાદ કરે. જ્યારે અમે બેંકોના વિલયની વાત કરી હતી તો મેં સ્પષ્ટપણે કહ્યું હતું કે કોઈ પણ કર્મચારીને હટાવવામાં આવશે નહીં. કોઈ પણ નહીં.'

સીતારમણે બેંકોના પ્રસ્તાવત મર્જરનો બેંકના કર્મચારી યુનિયનો દ્વારા વિરોધ થવા પર પૂછાયેલા સવાલનો જવાબ આપ્યો હતો. નિર્મલા સીતારમણે શુક્રવારે 10 સરકારી બેંકોના મર્જર કરીને ચાર બેંક બનાવવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય દેશમાં મજબુત અને વૈશ્વિક સ્તરે મોટી બેંક બનાવવાના લક્ષ્યથી લેવાયો છે. 

જુઓ LIVE TV

10 બેંકોને મર્જ કરીને ચાર બેંક બનાવવાની જાહેરાત
એવી આશા છે કે મર્જર બાદ બનનારી નવી બેંક અર્થવ્યવસ્થાની કરજની જરૂરિયાતો પૂરી કરીને મજબૂતી દૂર કરવા અને ભારતને 5000 અબજ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાના લક્ષ્યાંકમાં વધુ મદદગાર સાબિત થશે. સરકારે શુક્રવારે 10 સરકારી બેંકોનો વિલય કરીને ચાર બેંકો બનાવવાની જાહેરાત કરી હતી. 

હવે 12 સરકારી બેંકો રહી
આ જાહેરાત બાદ પીએનબીમાં ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાનો, કેનેરા બેંકમાં સિન્ડિકેટ બેંકનો, યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં આંધ્રા બેંક અને કોર્પોરેશન બેંકનો તથા ઈન્ડિયન બેંકમાં અલાહાબાદ બેંકનું મર્જર થઈ રહ્યું છે. મર્જર બાદ હવે કુલ સરકારી બેંકોની સંખ્યા 12 રહી જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news