ખેડા : 12 ટન જ્વલનશીલ પદાર્થને કારણે નેશનલ હાઈવે 8 પર ભડભડ સળગી ઉઠી ટ્રક

નેશનલ હાઇવે નંબર 8 પર કણજરી ચોકડી પાસે બ્રિજ પર મોડી રાતે અજીબ ઘટના બની હતી. આ હાઈવે પર ચાલુ ટ્રકમાં આગ લાગી હતી. ટ્રકમાં રહેલા જ્વલનશીલ પદાર્થને કારણે ટ્રકમાં અધવચ્ચે જ આગ ભભૂકી ઉઠી હતી. જેને ફાયર બ્રિગેડની ટીમે ભારે મહેનત બાદ બૂઝવી હતી.
ખેડા : 12 ટન જ્વલનશીલ પદાર્થને કારણે નેશનલ હાઈવે 8 પર ભડભડ સળગી ઉઠી ટ્રક

યોગીન દરજી/ખેડા :નેશનલ હાઇવે નંબર 8 પર કણજરી ચોકડી પાસે બ્રિજ પર મોડી રાતે અજીબ ઘટના બની હતી. આ હાઈવે પર ચાલુ ટ્રકમાં આગ લાગી હતી. ટ્રકમાં રહેલા જ્વલનશીલ પદાર્થને કારણે ટ્રકમાં અધવચ્ચે જ આગ ભભૂકી ઉઠી હતી. જેને ફાયર બ્રિગેડની ટીમે ભારે મહેનત બાદ બૂઝવી હતી.

6 કલાકમાં વરસાદે રાજકોટને ધમરોળ્યું, આખી રાત 7 ઈંચ વરસાદ પડ્યો, અનેક વિસ્તારો પાણી-પાણી

પ્રાપ્ત માહિતી અનુસાર, કણજરી ચોકડી પાસે મોડી રાત્રે એક ટ્રક પસાર થઈ રહી હતી. આ ટ્રક અમદાવાદથી ભરૂચના દહેજ બંદર તરફ જઈ રહી હતી. ટ્રકમાં પ્રોક્સી નામનો જ્વલનશીલ પદાર્થનો 12 ટનનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો. પરંતુ ટ્રક ચોકડી પાસે ત્યારે અચાનક તે ભડભડ સળગી ઉઠી હતી. ચાલુ ટ્રકમાં આગ લાગતા ડ્રાઈવર સહિત સ્થાનિકો પણ ડઘાઈ ગયા હતા. આ આગને પગલે નડિયાદની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. એક કલાકની જહેમત બાદ ફાયરની ટીમે આગને કાબૂમાં લીધી હતી.

https://lh3.googleusercontent.com/-Mews6f6MuZA/XWyOqKTmCDI/AAAAAAAAI9I/q8yDZGZOhh8z78zC6QpX0sOUcEJhHTciACK8BGAs/s0/Truck_fire_Kheda2.JPG

ટ્રકમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. તેમજ ટ્રકમાં જ્વલનશીલ પદાર્થ હોવાથી આગ ફેલાઈ ગઈ હતી. ટ્રકમાં આગ લાગતા જ ખેડા પોલીસની ટીમે બ્રિજ પરના તમામ વાહન વ્યવહારને અન્ય રુટ પર ડાયવર્ટ કર્યો હતો, જેથી ટ્રાફિક જામ ન થાય. આ ઘટનાને પગલે નેશનલ હાઇવે નંબર 8 પર આવેલ કણજરી બ્રિજ રાત્રે 2 કલાક સુધી બંધ રખાયો હતો. જેને કારણે અન્ય મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news