Corona: ભારત સામે હારી રહ્યો છે કોરોના, છેલ્લા 24 કલાકમાં 17 રાજ્યોમાં એકપણ મોત નહીં
દેશમાં રસીકરણના કુલ લાભાર્થીઓમાંથી 10.8 ટકા એટલે કે 8,58,602 લાભાર્થી ઉત્તર પ્રદેશના છે. દેશમાં હાલ કોવિડ-19ના 1.36 લાખ દર્દીઓ સારવારમાં છે અને આ આંકડો કુલ સંક્રમિતોના 1.25 ટકા છે.
Trending Photos
નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 (covid 19)થી કોઈ મૃત્યુ થયા નથી. છેલ્લા 24 કલાક દરમિયાન તેલંગણા, ઓડિશા, ઝારખંડ, પુડુચેરી, ચંદીગઢ, નાગાલેન્ડ, અસમ, મણિપુર, સિક્કિમ, મેઘાલય, લદ્દાખ, મિઝોરમ, અંડમાન નિકોબાર દ્વીપ સમૂહ, ત્રિપુરા, લક્ષદીપ, અરૂણાચલ પ્રદેશ અને દમણ દિવ તથા દાદરા નગર હવેલીમાં કોરોનાથી કોઈ મૃત્યુ થયા નથી.
આ સમયમાં 13 રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાથી એકથી પાંચ દર્દીઓના મૃત્યુ થયા છે. મંત્રાલય અનુસાર આ વચ્ચે કોવિડ-19 રસીકરણ અભિયાન હેઠળ દેશમાં 13 ફેબ્રુઆરીએ સવારે 8 કલાક સુધી 79,67,647 લોકોને રસી આપવામાં આવી ચુકી છે. તેમાં 5,909,136 સ્વાસ્થ્યકર્મી છે અને 2,058,511 ફ્રંટલાઇન વોરિયર્સ છે. અત્યાર સુધી રસીકરણના 1,64,781 સત્ર યોજાઇ ચુક્યા છે. સરકારે કહ્યું કે, દરરોજ લાભાર્થીઓની સંખ્યા વધી રહી છે. રસીકરણના 59.70 ટકા લાભાર્થી આઠ રાજ્યોના છે. દરેક રાજ્યમાં ચાર લાખથી વધુ લોકોને રસી લગાવી દેવામાં આવી છે.
દેશમાં રસીકરણના કુલ લાભાર્થીઓમાંથી 10.8 ટકા એટલે કે 8,58,602 લાભાર્થી ઉત્તર પ્રદેશના છે. દેશમાં હાલ કોવિડ-19ના 1.36 લાખ દર્દીઓ સારવારમાં છે અને આ આંકડો કુલ સંક્રમિતોના 1.25 ટકા છે. શનિવારે 11395 દર્દીઓ સાજા થવાની સાથે અત્યર સુધી કુલ 1,06,00,625 દર્દીઓ રિવકર થઈ ચુક્યા છે. મંત્રાલયે કહ્યું કે, સ્વસ્થ થયેલા દર્દીઓમાંથી 81.93 ટકા દર્દી માત્ર છ રાજ્યોના છે.
છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 5332 દર્દી કેરલમાં સંક્રમણમુક્ત થયેલા જ્યારે મહારાષ્ટ્ર તથા તમિલનાડુમાં ક્રમશઃ 2422 અને 486 લોકો સંક્રમણથી મુક્ત થયા છે. મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં 12143 નવા દર્દી સામે આવ્યા જેમાંથી 86.01 ટકા છ રાજ્યોના છે. કેરલમાં સર્વાધિક 5397 નવા દર્દી સામે આવ્યા જ્યારે મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં ક્રમશઃ 3670 તથા 483 લોકો સંક્રમિત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે