સુશાસન બાબુ ફરી વિવાદમાં : 'પુરુષ જવાબદારી લેવા તૈયાર નથી', નીતિશ મર્યાદા ભૂલ્યા

વૈશાલીમાં એક જનસભાને સંબોધિત કરતાં શનિવારે નીતીશ કુમારે કહ્યું કે બિહારમાં જનસંખ્યા નિયંત્રણમાં નહીં આવે કારણકે પુરુષ જવાબદારી નથી લેતા જ્યારે મહિલાઓ અશિક્ષિત છે.

સુશાસન બાબુ ફરી વિવાદમાં : 'પુરુષ જવાબદારી લેવા તૈયાર નથી', નીતિશ મર્યાદા ભૂલ્યા

Population control: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જનસંખ્યા કાબુમાં નહીં હોવાના એવા કારણ આપ્યા જેનાથી ઘમાસાણ શરૂ થઈ ગયું છે. જનસંખ્યા નિયંત્રણનાં મામલા પર મુખ્યમંત્રી નીતીશ કુમારનું 'પુરુષ જવાબદારી લેવા તૈયાર નથી' વાળા નિવેદનને લીધે રાજકારણ ગરમાયું છે. સુશાસન બાબુના નામથી પ્રસિદ્ધ બિહારના મુખ્યમંત્રી ફરી એક વાર તેમના વિવાદીત નિવેદનને લઈને ચર્ચામાં આવી ગયા છે. બિહારમાં જનસંખ્યા નિયંત્રણનાં મામલા પર મુખ્યમંત્રી નીતીશ કુમાર એવું નિવેદન આપી ગયા જે બાદ રાજકારણમાં ઘમાસાણ મચી ગયું છે. 

બિહારમાં બિહારમાં જનસંખ્યા નિયંત્રણનાં મામલા પર મુખ્યમંત્રી નીતીશ કુમારનું 'પુરુષ જવાબદારી લેવા તૈયાર નથી' વાળા નિવેદનને લીધે રાજનૈતિક ગરમાટો શરૂ થયો છે. વૈશાલીમાં એક જનસભાને સંબોધિત કરતાં શનિવારે નીતીશ કુમારે કહ્યું કે બિહારમાં જનસંખ્યા નિયંત્રણમાં નહીં આવે કારણકે પુરુષ જવાબદારી નથી લેતા જ્યારે મહિલાઓ અશિક્ષિત છે.

આ મામલે ભાજપનો આરોપ છે કે નીતિશ કુમારે મહિલાઓની હાજરીમાં અશ્લિલ ટિપ્પણી કરી છે અને નીતિશ કુમાર મર્યાદાનું ભાન ભૂલ્યા છે. સોશિયલ મીડિયા પર ભાજપના નેતાઓએ ટિકા કરવાનું શરૂ કર્યું હતું. જેમાં ભાજપના નેતા અને બિહાર વિધાનપરિષદના વિપક્ષી નેતા સમ્રાટ ચૌધરીએ નીતિશ કુમારના આ નિવેદનનો વિડીયો ટ્વિટર પર ટ્વિટ કરી ટિકા કરતા લખ્યું છે કે, ‘મુખ્યમંત્રી શ્રી કુશાસન કુમારજીએ જે અમર્યાદિત શબ્દોનો પ્રયોગ કર્યો છે તે સંવેદનહિનતાની પરાકાષ્ઠા છે. આ પ્રકારના શબ્દોનો પ્રયોગ કરી તેઓ મુખ્યમંત્રી પદની ગરીમાને કલંકિત કરી રહ્યા છે.

બિહારમાં વસતી વધારો ભયાનક સમસ્યા છે. સરકાર વસતી વધારાને નાથવા માટે અનેક પગલાં ભરી રહી છે.  વસતી વધારા પર નીતિશ કુમારે જે પ્રકારની ભાષા વાપરી છે તેને લઈ વિપક્ષ સતત તેમના પર હુમલો કરી રહ્યું છે. હવે જોવાનું એ છે કે સુશાસન બાબુ નીતિશ કુમાર આ નિવેદન બાદ વિરોધીઓને કઈ રીતે જવાબ આપે છે.

વૈશાલીમાં એક રેલીને સંબોધિત કરતાં સીએમ નીતીશ કુમારે કહુયં ''મહિલાઓ ભણશે ત્યારે જ પ્રજનન દર ઘટશે. સાચી વસ્તુ એ જ છે. પુરૂષો જે પ્રકારે દરરોજ કરે છે, તેમનું ધ્યાન રહેતું નથી કે આપણે દરરોજ એક બાળક પેદા નથી કરવાનું. મહિલાઓ શિક્ષિત હશે તો તેમને બધી વસ્તુનું જ્ઞાન થઇ જાય છે કે આખરે તેનાથી આપણે કેવી રીતે બચવાનું છે.'' 

તમને જણાવી દઇએ કે વસ્તી નિયંત્રણ કાયદાને લઇને દેશભરમાં ચર્ચા થઇ રહી છે. નીતીશ કુમારનું માનવું છે કે એવા કોઇપણ કાયદાની જરૂર નથી. તે કહે છે કે લોકોને શિક્ષિત કરીને જ જનસંખ્યા પર કાબૂ મેળવી શકાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news