ગડકરી 2019માં ત્રિશંકુ લોકસભા સર્જાય તેની રાહ જોઇ રહ્યા છે : શિવસેના

સંજય રાઉતે કહ્યું કે, દેશ ખંડિત જનાદેશ તરફ આગળ વધી રહ્યો છે, નરેન્દ્ર મોદીથી નિરાશ થયેલા લોકો રાહુલ ગાંધીને સ્વિકારી રહ્યા છે

ગડકરી 2019માં ત્રિશંકુ લોકસભા સર્જાય તેની રાહ જોઇ રહ્યા છે : શિવસેના

મુંબઇ : ભાજપનાં સહયોગી દળ શિવસેના સાંસદ સંજય રાઉતે રવિવારે દાવો કર્યો કે દેશ ખંડિત જનાદેશ તરફ વધી રહ્યો છે અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી એવી સ્થિતીની રાહ જોઇ રહ્યા છે. શિવસેના મુખપત્ર સામનાનાં કાર્યકારી સંપાદક સંજય રાઉતે અખબારમાં પોતાનાં લેખમાં લખ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કદ ઘટ્યું છે, જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું પણ કદ વધ્યું છે. 

સંજય રાઉતે કહ્યું કે, દેશ ખંડિત જનાદેશ તરફ વધી રહ્યો છે અને વડાપ્રધાન મોદી તેના માટે જવાબદાર છે. 2014માં તેમને પુર્ણ બહુમતી મળી તે એક બર્બાદ થઇ ગયેલ તકની જેમ છે. રાઉતે લખ્યું કે 2014માં મોદીના સમર્થનની લહેર હતી, કારણ કે લોકો કોંગ્રેસને ઉખાડી ફેંકવા માંગયા હતા. પરંતુ આજે તસ્વીર બદલી ચુકી છે. મોદીની છબી હવે ફીકી પડી રહી છે. રાહુલ ગાંધીનું નેૃત્વ એટલું મોટુ નથી પરંતુ તેનું ધીરે ધીરે મહત્વ વધી રહ્યું છે કારણ કે લોકો હાલની સરકારથી નિરાશ છે. 

રાઉતે કહ્યું કે, ભાજપનાં અનેક વરિષ્ઠ નેતાઓ આગામી ચૂંટણીમાં પાર્ટીના સંભવિત ખરાબ પ્રદર્શન મુદ્દે ચિંતિત છે, જો કે નિતિન ગડકરીનાં નિવેદન તે વાતનાં સંકેત છે કે હવા કઇ રીતે વહી રહી છે. ગડકરી જેવા નેતા આરએસએસ અને ભાજપ વચ્ચે બરાબર સ્વિકાર્ય છે. ગડકરીને ભાજપ અધ્યક્ષ તરીકે બીજો કાર્યકાળ ન મળે તે માટે અનેક કાવત્રાઓ રચવામાં આવ્યા હતા. 

અત્રે ઉલ્લેખીય છે કે, શિવસેનાનાં સતત અકોણા વર્તન અને ગઠબંધન મુદ્દે મૌનથી કંટાળેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહે હુંકાર કરતા કહ્યું હતું કે, જો ગઠબંધન નહી થાય તો પાર્ટી પોતાનાં સહયોગી દળોને શરમજનક પરાજય આપશે અને જો ગઠબંધન થાય તો સહયોગી દળ જીતે તેવા પ્રયાસો કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news