67 વર્ષમાં 100 ઉદ્યોગપતિઓની તુલનાએ ખેડૂતોને માત્ર 17% પૈસા જ મળ્યા: વરુણ

ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ આંકડા દ્વારા જણાવવાનો પ્રયાસ કર્યો કે ન માત્ર હાલની પરંતુ ગત્ત સરકારોએ પણ ખેડૂતોની મદદ કરવામાં બંન્ને સરકારો નબળી પડી છે

67 વર્ષમાં 100 ઉદ્યોગપતિઓની તુલનાએ ખેડૂતોને માત્ર 17% પૈસા જ મળ્યા: વરુણ

નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ વરૂણ ગાંધીએ આંકડાઓની મદદથી હાલની સરકાર પર નિશાન સાધ્યું હતું. વરૂણે આંકડાઓ દ્વારા તે જણાવવાનો પ્રયાસ કર્યો કે ન માત્ર હાલનાં પરંતુ ગત્ત સરકારે પણ ખેડૂતોની મદદમાં લાલીયાવાડી કરી હતી. ગત્ત તમામ સરકારોએ ઉદ્યોગપતિઓને લાભ પહોંચાડ્યો છે. ઉત્તરપ્રદેશનાં સુલ્તાનપુરનાં ભાજપ સાંસદ વરૂણ ગાંધીએ કહ્યું કે, 1952થી માંડીને અત્યાર સુધી દેશનાં 100 ઉદ્યોગપતિઓને સરકાર પાસે જેટલી આર્થિક મદદ કરવામાં આવી છે, તેમની તુલનાએ ખેડૂતો પર માત્ર 17 ટકા રકમ જ ખર્ચ કરવામાં આવી છે. 

સમાચાર એજન્સી ANIનાં અનુસાર ઇન્ડિયા ડાયલોગ કાર્યક્રમમાં વરૂણ ગાંધીએ કહ્યું કે, શું તમે જાણો છો કે 1952થી માંડીને અત્યાર સુધી દેશનાં 100 ઉદ્યોગપતિઓને જેટલા પૈસા આપવામાં આવ્યા, તેના માત્ર 17 ટકા રકમ જ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ખેડૂતને અત્યાર સુધી અપાયેલી આર્થિક મદદ તરીકે આપવામાં આવ્યું છે. એવી પરિસ્થિતી છે અને આપણે ખેડૂતોની વાત કરી રહ્યા છીએ.

વરૂણ ગાંધીએ આગળ કહ્યું કે, અમે વિચાર્યું હશે કે દેશનાં અંતિમ વ્યક્તિ સુધી લાભ કઇ રીતે પહોંચાડવો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગામ દત્તક લો. અમે પણ ગામ દત્તક લીધા પરંતુ અમે જોયું કે રસ્તા બનાવો, પુલ બનાવો, સોલર પેનલ લગાવો તેમ છતા પણ લોકોની આર્થિક સ્થિતી નથી બદલાઇ. એટલે સુધી કે શાળા જનારા બાળકોની સંખ્યામાં પણ કોઇ પરિવર્તન આવ્યું નથી. 

2017માં થયેલા ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી સમયે ભાજપમાં ઉપેક્ષીત રહેલા વરૂણ ગાંધીએ અગાઉ પણ હાલની સરકાર પર નિશાન સાધી ચુક્યા છે. હાલમાં જ સુલ્તાનપુરની એક જનસભામાં ગાંધીએ કહ્યું કે, માત્ર ભારત માતાની જય બોલવાથી રાષ્ટ્રભક્તિ સાબિત નહી થાય. રાષ્ટ્રભક્ત બનવા માટે સર્વસ્વ ન્યોછાવર કરવું પડશે. તેમણે કહ્યું હતું કે દેશનાં 80 ટકા ખેડૂતોએ દેવું ચુકતે કરી દીધું છે, જ્યારે ઉદ્યોગપતિ દેવું લઇને દેશમાંથી ભાગી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news