Nirbhaya Case આરોપીને પૂછવામાં આવી તેમની 'અંતિમ ઇચ્છા'
જેલના સૂત્રોના અનુસાર નિર્ભયાના ચારેય આરોપીઓને તિહાડની જેલ નંબર-3માં અલગ-અલગ સેલમાં રાખવામાં આવ્યા છે. દરેક દોષીની સેલની બહાર બે સિક્યોરિટી ગાર્ડ તૈનાત રહે છે. દર બે કલાકમાં આ ગાર્ડોને આરામ આપવામાં આવે છે. શિફ્ટ બદલાતા બીજા ગાર્ડ તૈનાત કરવામાં આવે છે. દરેક એક કેદી માટે 24 કલાક માટે આઠ-આઠ સિક્યોરિટી ગાર્ડ લગાવવામાં આવ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: દેશને હચમચાવી દેનાર દિલ્હી (Delhi)ના નિર્ભયા કેસ (Nirbhaya Rape case)ના ચારેય આરોપીઓને ફાંસીનો દિવસ નક્કી થઇ ગયો છે. સમાચારોનું માનીએ તો આ ચારેયને ફાંસી આપવા માટે જલ્લાદને પણ દિલ્હીની તિહાડ જેલ બોલાવવામાં આવ્યો છે. હવે સમાચાર આવી રહ્યા છે કે ચારેય આરોપીઓને તિહાડ જેલ વહિવટી તંત્રને નોટીસ જાહેર કરી તેમની અંતિમ ઇચ્છા પુછવામાં આવી છે? તમને જણાવી દઇએ કે 1 ફેબ્રુઆરીના રોજ તેમની ફાંસી પહેલાં તે પોતાની અંતિમ મુકાલાત કોની સાથે કરવા માંગે છે? તેમના નામે કોઇ પ્રોપટી છે તો શું તેને કોઇના નામે ટ્રાંસફર કરવા માંગે છે, કોઇ ધાર્મિક પુસ્તક વાંચવા માંગે છે?
જેલના સૂત્રોના અનુસાર નિર્ભયાના ચારેય આરોપીઓને તિહાડની જેલ નંબર-3માં અલગ-અલગ સેલમાં રાખવામાં આવ્યા છે. દરેક દોષીની સેલની બહાર બે સિક્યોરિટી ગાર્ડ તૈનાત રહે છે. દર બે કલાકમાં આ ગાર્ડોને આરામ આપવામાં આવે છે. શિફ્ટ બદલાતા બીજા ગાર્ડ તૈનાત કરવામાં આવે છે. દરેક એક કેદી માટે 24 કલાક માટે આઠ-આઠ સિક્યોરિટી ગાર્ડ લગાવવામાં આવ્યા છે. એટલે કે ચારેય કેદીઓ માટે કુલ 32 સિક્યોરિટી ગાર્ડ.
ફાંસી પર લટકાવવા માટે તિહાડ પહોંચશે પવન જલ્લાદ
ચારેય આરોપીઓને ફાંસી પર લટકાવવા માટે 30 જાન્યુઆરીના રોજ પવન જલ્લાદ તિહાડ જેલ પહોંચશે. પવન જલ્લાદ તિહાડ જેલમાં બનેલા ફ્લેટમાં રોકાશે. જેલ મુખ્યાલયથી થોડા અંતરે સેમી ઓપન જેલના એક ફ્લેટમાંથી ત્રણ કેદીઓને બીજા રૂમમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. સૂત્રોનું માનીએ તો જલ્લાદ પવન માટે ખાલી કરાવવામાં આવ્યા છે. આ રૂમમાં રોકાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પવન માટે એક ફોલ્ડીંગ બેડ, રજાઇ અને ગાદલાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેનું ભોજન કેન્ટીનમાં તૈયાર કરવામાં આવશે.
પવન જલ્લાદે કહ્યું- નિર્ભયાના દોષીઓને લટકાવવાની મારી પૂરી તૈયારીઓ
ડિસેમ્બર મહિનામાં મીડિયા સાથે વાત કરતાં પવને કહ્યું હતું કે તેને ફાંસી થવી જોઇએ. મારી પુરી તૈયારી છે. અધિકારીઓ જ્યારે મને તિહાડ જવાનું કહેશે તો હું જતો રહીશ. પવને કહ્યું કે ફાંસી પહેલાં આરોપીઓની ટ્રાયલ થશે. તેમનું વજન ચેક કરવામાં આવશે અને ઘણી પ્રક્રિયાઓ પુરી કરવામાં આવશે.'
તમને જણાવી દઇએ કે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તિહાડ જેલના અધિકારીઓએ યૂપી જેલ વિભાગના અધિકારીઓને પત્ર લખીને પવનને દિલ્હી મોકલવાનો આગ્રહ કર્યો છે. તમને જણાવી દઇએ કે ઉત્તર પ્રદેશમાં ફક્ત બે જલ્લાદ છે. જેમાંથી લખનઉના ઇલિયાસ જલ્લાદની તબિયત ખરાબ છે એવામાં પવન બચ્યો છે. એટલા માટે પવનને તિહાડ જેલમાં બોલાવવામાં આવ્યો છે. યૂપી જેલના મહાનિર્દેશક આનંદ કુમારે કહ્યું કે તિહાડનો પત્ર મળ્યો. અમે તિહાડ જેલ વહિવટીતંત્રને તેનો જવાબ આપવામાં આવ્યો છે. જે દિવસ જરૂર હશે તેને મોકલી દઇશું.
તમને જણાવી દઇએ કે બુધવારે (11 ડિસેમ્બર)ના રોજ મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લાના એક નિવૃત ફૌજીએ પણ નિર્ભયા કાંડના દોષીઓને ફાંસી આપવા માટે જલ્લાદ બનવાની ઓફર કરી હતી. તેના માટે નિવૃત ફૌજીએ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને પત્ર પણ લખ્યો છે.
જલ્લાદ બનવા માટે તૈયાર નિવૃત ફૌજી પ્રદીપ સિંહ ઠાકુરે કહ્યું કે તે આ કામના બદલામાં પોતાની તરફથી 5 લાખ રૂપિયા પણ સરકારી ખજાનામાં જમા કરશે. જોકે સમાચારો દ્વારા જાણવા મળ્યું છે કે નિર્ભયા કાંડના દોષીઓને સજા આપવા માટે જલ્લાદ નથી, તો તેમણે પોતે જલ્લાદ બનીને આવા આરોપીથી સમાજને મુક્ત કરવાની ઓફર કરી છે. તેમણે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ગૃહ મંત્રીને આ અંગે પત્ર લખ્યો છે. તેમનું કહેવું છે કે તે પોતે જલ્લાદ બનીને એવા આરોપીને દુનિયામાંથી મુક્ત કરવા માંગે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે