નિર્ભયા કેસ: ડેથ વોરન્ટ જાહેર થયા બાદ દાખલ થઈ પહેલી ક્યુરેટિવ પિટિશન, જાણો તેનો અર્થ

ચારેય આરોપીઓનું ડેથ વોરન્ટ બહાર પડ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં આ પહેલી ક્યુરેટિવ પિટિશન દાખલ થઈ છે. અત્રે જણાવવાનું કે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે 7 જાન્યુઆરીના રોજ ચારેય આરોપીઓ વિરુદ્ધ ડેથ વોરંટ જાહેર કર્યું હતું. જે મુજબ તેમને 22 જાન્યુઆરીએ સવારે 7 વાગે ફાંસીના માચડે લટકાવવાના છે. 

નિર્ભયા કેસ: ડેથ વોરન્ટ જાહેર થયા બાદ દાખલ થઈ પહેલી ક્યુરેટિવ પિટિશન, જાણો તેનો અર્થ

નવી દિલ્હી: નિર્ભયા ગેંગરેપ કેસ (nirbhaya gang rape case) માં સુપ્રીમ કોર્ટમાં પહેલી ક્યુરેટિવ પિટિશન દાખલ થઈ છે. દોષિત વિનય શર્મા તરફથી આ ક્યુરેટિવ પિટિશન (Curative Petition) દાખલ કરવામાં આવી છે. હકીકતમાં ચારેય આરોપીઓનું ડેથ વોરન્ટ બહાર પડ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં આ પહેલી ક્યુરેટિવ પિટિશન દાખલ થઈ છે. અત્રે જણાવવાનું કે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે 7 જાન્યુઆરીના રોજ ચારેય આરોપીઓ વિરુદ્ધ ડેથ વોરંટ જાહેર કર્યું હતું. જે મુજબ તેમને 22 જાન્યુઆરીએ સવારે 7 વાગે ફાંસીના માચડે લટકાવવાના છે. 

તમામ આરોપીઓને 22 જાન્યુઆરીના રોજ સવારે 7 વાગે એક સાથે તિહાડ જેલ નંબર 3માં એક સાથે લટકાવવામાં આવશે. આ સાથે જ યુપીના જેલ વિભાગ તરફથી તિહાડમાં જલ્લાદ મોકલવા માટે પણ હામી ભરી દેવાઈ છે. તિહાડ જેલે યુપી પાસે બે જલ્લાદ માંગ્યા છે. આ કેસમાં અગાઉ અક્ષય ઠાકુરની રિવ્યુ પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવેલી છે. 

શું હોય છે ક્યુરેટિવ પિટિશન
હકીકતમાં સુપ્રીમ કોર્ટમાં કોઈ દોષિતની ફાંસીની સજા પર મહોર લાગ્યા બાદ તેની પાસે ફાંસીની સજાથી બચવા માટે  બે વિકલ્પ હોય છે. જેમાં પહેલો વિકલ્પ એ દયા અરજી છે. જે રાષ્ટ્રપતિને મોકલાય છે. પુન:વિચાર અરજી પણ સુપ્રીમ કોર્ટમાં લગાવવામાં આવે છે. જો આ બંને અરજીઓ ફગાવી દેવામાં આવે તો દોષિત પાસે ક્યુરેટિવ પિટિશનનો વિકલ્પ હોય છે. આ પિટિશન સુપ્રીમ કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવે છે. જેમાં કોર્ટે જે સજા નક્કી કરી છે તેને ઘટાડવા માટે આગ્રહ કરવામાં આવે છે. એટલે કે ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવાઈ શકે છે. આ વિકલ્પ એટલા માટે હોય છે કારણ કે ન્યાયિક પ્રક્રિયાનો દુરઉપયોગ થઈ શકે નહીં. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન ફાઈલ કરતી વખતે અરજીકર્તાએ જણાવવાનું હોય છે કે તે  કયા આધારે સુપ્રીમ કોર્ટના ચુકાદાને પડકારી રહ્યો છે. આ અરજી કોઈ વરિષ્ઠ વકીલ દ્વારા ચકાસાયેલી હોવી જરૂરી છે. આ પિટિશનને પ્રથમ કોર્ટના 3 સૌથી વરિષ્ઠ જજો પાસે મોકલી છે. તેમનો ચુકાદો અંતિમ હોય છે. ક્યુરેટિવ પિટિશન પર ચુકાદો આવ્યાં બાદ અપીલના તમામ દ્વાર બંધ થઈ જાય છે. 

જેલ અધિકારીઓનું કહેવું છે કે 22 જાન્યુઆરીએ સવારે ફાંસી આપવામાં આવશે. તે પહેલા જો ક્યુરેટિવ કે પછી રાષ્ટ્રપતિને દયા અરજી આપવામાં આવે તો ત્યાં સુધી ફાંસી અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી વિચારણા હેઠળ રહેશે. પરંતુ જો અરજીઓ ફગાવી દેવામાં આવે તો 14 દિવસનો વધુ સમય આપવો મુશ્કેલ છે. કારણ કે તેમને પહેલા જ નોટિસ અપાઈ ચૂકી છે અને મંગળવારે ડેથ વોરન્ટ બહાર પડ્યા બાદ પણ તેમને 14 દિવસનો પૂરતો સમય અપાઈ રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news