રણોત્સવમાં 3 ટેન્ટ આગમાં બળીને ખાખ, NRI પટેલ પરિવારનો કોઈ સામાન ન બચ્યો

કચ્છના ધોરડોના રણમાં ચાલી રહેલા રણોત્સવ (kutch rann utsav) માં આજે મોટી દુર્ઘટના બની હતી. રણોત્સવમાં ટેન્ટ સિટીમાં એકાએક આગ (Fire in Tent city) લાગી હતી. જેમાં ત્રણ જેટલા ટેન્ટમાં આગમાં બળીને ખાખ થઈ ગયા હતા. આ ત્રણેય ટેન્ટમાં રહેલો પ્રવાસીઓનો સામાન પણ આગમાં બળી ગયો હતો. 
રણોત્સવમાં 3 ટેન્ટ આગમાં બળીને ખાખ, NRI પટેલ પરિવારનો કોઈ સામાન ન બચ્યો

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :કચ્છના ધોરડોના રણમાં ચાલી રહેલા રણોત્સવ (kutch rann utsav) માં આજે મોટી દુર્ઘટના બની હતી. રણોત્સવમાં ટેન્ટ સિટીમાં એકાએક આગ (Fire in Tent city) લાગી હતી. જેમાં ત્રણ જેટલા ટેન્ટમાં આગમાં બળીને ખાખ થઈ ગયા હતા. આ ત્રણેય ટેન્ટમાં રહેલો પ્રવાસીઓનો સામાન પણ આગમાં બળી ગયો હતો. 

રણોત્સવમાં જે ત્રણ ટેન્ટમાં આગ લાગી હતી, તે ત્રણેય ટેન્ટમાં વિદેશથી આવેલ એનઆરઆઈ પરિવારને અપાયો હતો. અમદાવાદના પટેલ એનઆરઆઈના ત્રણ પરિવારો વેકેશન દરમિયાન રણોત્સવની મજા માણવા આવ્યા હતા. તેઓના પાસપોર્ટ સહિતનો મહત્વનો સામાન આગમાં બળીને ખાખ થઈ ગયો છે. આગમાં તેમના કેટલાક અમેરિકન નાગરિકતાના દસ્તાવેજ અને ડોલર પણ બળીને ખાક થયા છે. જોકે, આગ કાબૂમાં લેવાઈ ગઈ છે. પરંતુ આગને પગલે રણોત્સવમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. 

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ કચ્છ રણોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. ગુજરાત સરકારને ગત વર્ષે રણોત્સવથી 60 લાખની આવક પ્રવાસીની પ્રવેશ ફીથી થઈ છે. કચ્છમાં આ વખતે વરસાદ લંબાયો હતો, તેના પરિણામે રણોત્સવમાં શરૂઆતના સમયમાં પ્રવાસીઓની સંખ્યા ઓછી હતી, પરંતુ છેલ્લા બે મહિનામાં પ્રવાસીઓની સંખ્યા તો 77403 અને ઓનલાઈન 143 આમ કુલ 77546 જેટલા પ્રવાસીઓએ રણની મુલાકાત લીધી હતી. જેમાંથી વહીવટ તંત્ર અને 60 લાખ રૂપિયા જેટલી આવક થઈ હતી. રણમાં હવે પાણી શોષાઈ જતા પ્રવાસીઓને સફેદ રણનો નજારો જોવા મળી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news