નિર્ભયા કેસ: તિહાડ જેલે કોર્ટને કહ્યું- ત્રણ દોષીઓને આપી શકે છે ફાંસી

નિર્ભયા કેસમાં પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા કહેવામાં આવ્યું છે કે 'દોષીઓ તરફથી આજે કોઇ અપીલ અથવા અરજી પેન્ડીંગ નથી. ફક્ત વિનયની દયા અરજી પેન્ડીંગ છે. બાકી દોષીઓની અરજી પેન્ડીંગ નથી. વિનયની દયા અરજીની રાહ જોઇ શકાય છે, એટલા માટે બાકી ત્રણ દોષીઓને સજા આપી શકે છે.

નિર્ભયા કેસ: તિહાડ જેલે કોર્ટને કહ્યું- ત્રણ દોષીઓને આપી શકે છે ફાંસી

નવી દિલ્હી: નિર્ભયા કેસમાં પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા કહેવામાં આવ્યું છે કે 'દોષીઓ તરફથી આજે કોઇ અપીલ અથવા અરજી પેન્ડીંગ નથી. ફક્ત વિનયની દયા અરજી પેન્ડીંગ છે. બાકી દોષીઓની અરજી પેન્ડીંગ નથી. વિનયની દયા અરજીની રાહ જોઇ શકાય છે, એટલા માટે બાકી ત્રણ દોષીઓને સજા આપી શકે છે. આ કોઇ કાનૂન અથવા નિયમના વિરૂદ્ધ નથી. સુનાવણી દરમિયાન વકીલોની વચ્ચે ચર્ચા થઇ ગઇ, જેના પર જજે નારાજગી વ્યક્ત કરી. 

તો બીજી તરફ ત્રણેય દોષીઓના વકીલ તરફથી કહેવામાં આવ્યું કે જેલ મેન્યુઅલ એમ કહે છે કે જો કોઇ એક દોષીની પણ અરજી પેન્ડીંગ હોય તો બાકીનાને ફાંસી ન આપવામાં આવે. દોષીના વકીલ એસપી સિંહે કહ્યું કે વિનયની દયા અરજી પેન્ડીંગ છે. સુપ્રીમ કોર્ટના ચૂકાદા અનુસાર દયા અરજી નકારી કાઢ્યા બાદ 14 દિવસ આપવામાં આવશે. એટલા માટે કોઇને પણ ફાંસીની સજા ન આપી શકાય. એટલા માટે નવી તારીખો નક્કી કરવામાં આવે. 

— ANI (@ANI) January 31, 2020

વકીલ એપી સિંહે કહ્યું કે શનિવારે કોઇને પણ ફાંસી ન શકાય. ડેથ વોરન્ટ પર અનિશ્વિતકાળ માટે રોક લગાવવામાં આવે. જ્યાં સુધી રાષ્ટ્રપતિ દયા અરજી પર નિર્ણય ન કરે. તો બીજી તરફ નિર્ભયાના માતા-પિતાના વકીલે વૃંદા ગ્રોવરના હાજર રહેવા પર આપત્તિ વ્યક્ત કરી અને કહ્યું તે હવે આ કેસમાં હાજર રહી ન શકે. કોર્ટે વૃંદાને ચર્ચા કરવાની પરવાનગી આપી. વૃંદાએ કહ્યું કે કાનૂનમાં ખામીઓના લીધે મોડું થતું રહ્યું છે. મેં પ્રયત્ન કર્યો કે મોડું ન થયા એટલા માટે દોષી મુકેશ દ્વારા જલદી અરજી લગાવી અને દોષીઓને અલગ-અલગ કરી ફાંસી ન આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે એક એવા જ મામલે નારાજગી વ્યક્ત કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news