વૃદ્ધે સાતમા માળથી મારી મોતની છલાંગ, નીચે ભરાયું લોહીનું ખાબોચિયું

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા લાલબાગ બ્રિજ પાસે સાત માળના સત્વ હાઇટ્સ એપાર્ટમેન્ટના બી ટાવરની સાતમાં માળની ગેલેરીમાંથી કૂદીને અજાણ્યા વૃદ્ધે આપઘાત કર્યો છે.

વૃદ્ધે સાતમા માળથી મારી મોતની છલાંગ, નીચે ભરાયું લોહીનું ખાબોચિયું

રવિ અગ્રવાલ, વડોદરા : વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા લાલબાગ બ્રિજ પાસે સાત માળના સત્વ હાઇટ્સ એપાર્ટમેન્ટના બી ટાવરની સાતમાં માળની ગેલેરીમાંથી કૂદીને અજાણ્યા વૃદ્ધે આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતાં જ માંજલપુર પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ છે અને આધેડની ઓળખની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આધેડ આપઘાત પહેલા સવારે 6:31 કલાકે લિફ્ટમાં જતો CCTVમાં દેખાયો હતો.

આ ઘટનાની વિગતો જોઈએ તો વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા લાલબાગ બ્રિજ પાસે સત્વ હાઇટ્સ એપાર્ટમેન્ટના બી ટાવરમાં આપઘાત કરનાર આશરે 60 વર્ષનો વૃદ્ધ વહેલી સવારે 6:31 મિનીટે આધેડ એપાર્ટમેન્ટની લિફ્ટ તરફ જતો દેખાયો હતો અને ત્યારબાદ સાતમા માળે આવેલી બહારની ગેલેરીમાંથી આધેડે નીચે કૂદી ગયો હતો. આ ઘટના પછી માંજલપુર પોલીસે ઘટના સ્થળે પહોંચીને આધેડના પરિવારજનોની શોધખોળ હાથ ધરી હતી. અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. માંજલપુર પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે આત્મહત્યા કરનાર વૃદ્ધ સત્વ હાઇટ્સનો રહેવાસી નથી. આ વ્યક્તિ બહારથી આપઘાત કરવા માટે સત્વ હાઇટ્સમાં આવ્યો હતો. જેથી તેની ઓળખ થઇ નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news