નિર્ભયાના નરાધમોને મળ્યો નવો ચાન્સ, કાલે નહીં આપી શકાય ફાંસી
દિલ્હીના પતિયાલા હાઉસ કોર્ટે કાલે થનારી ફાંસીને આવતા આદેશ સુધી ટાળી દીધી છે
Trending Photos
નવી દિલ્હી : નિર્ભયા કેસ (Nirbhaya Case)માં એક અન્ય દોષી પવન ગુપ્તાએ (Pawan Gupta) સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં રિવ્યુ અરજી કરી છે જે પેન્ડિંગ છે. આજની સુનાવણીમાં વિનયની એક અરજી હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવાની દલીલ કરવામાં આવી. આમ, અન્ય શબ્દોમાં કહીએ તો હજુ ત્રણ દોષીઓ પાસે કાયદાકીય વિકલ્પ બચેલા છે.
આ કેસમાં ત્રણેય દોષીઓના વકીલ તરફથી દલીલ કરવામાં આવી છે કે જેલ મેન્યુઅલ એમ કહે છે કે જો કોઇ એક દોષીની પણ અરજી પેન્ડીંગ હોય તો બાકીનાને ફાંસી ન આપવામાં આવે. દોષીના વકીલ એસપી સિંહે કહ્યું કે વિનયની દયા અરજી પેન્ડીંગ છે. સુપ્રીમ કોર્ટના ચૂકાદા અનુસાર દયા અરજી નકારી કાઢ્યા બાદ 14 દિવસ આપવામાં આવશે. એટલા માટે કોઇને પણ ફાંસીની સજા ન આપી શકાય. એટલા માટે નવી તારીખો નક્કી કરવામાં આવે.
કોર્ટમાં તિહાર જેલ તરફથી ઈરફાન અહેમદે કહ્યું કે હાલ માત્ર વિનય શર્માની દયા અરજી પેન્ડિંગ છે. બાકી ત્રણેયને ફાંસી થઈ શકે છે. તેમાં કશું ગેરકાયદેસર નથી. મુકેશની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી છે અને હવે તેની પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી. કોર્ટમાં અક્ષયના વકીલે કહ્યું કે તેમના અસીલની ક્યૂરેટિવ પિટિશન રદ થઈ ચૂકી છે અને આ મુદ્દે તેઓ દયા અરજી કરવા માગે છે. નોંધનીય છે કે 16 ડિસેમ્બર, 2012ના દિવસે દિલ્હીમાં નિર્ભયા પર થયેલી ગેંગરેપની ઘટનામાં છ આરોપીઓએ 23 વર્ષની મહિલા પર ચાલતી બસમાં દુષ્કર્મ કર્યું હતું અને પછી બહુ ખરાબ રીતે માર માર્યો હતો. આ ઘટનામાં મહિલાનું મોત થઈ ગયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે