તિહાર જેલ News

7 વર્ષ બાદ નિર્ભયાને મળ્યો ન્યાય, ચારેય દોષિતોને એકસાથે ફાંસીને માંચડે લટકાવાયા
Mar 20,2020, 7:49 AM IST
નિર્ભયાના આરોપીને ફાંસી આપતાનો તખ્તો તૈયાર, જલ્લાદ માટે કરાઈ ખાસ વ્યવસ્થા
Jan 22,2020, 13:42 PM IST
ડરના માર્યે ધ્રૂજ્યા નિર્ભયાના આરોપીઓના હાથપગ, શિફ્ટ કરાયા ફાંસીવાળા બેરેક
નિર્ભયા (Nirbhaya case) ના તમામ આરોપીઓને જેલ નંબર 3માં શિફ્ટ કરવામાં આવ્યા છે. તેઓને અલગ અલગ સેલમાં રાખવામાં આવ્યા છે. પહેલા અક્ષય, મુકેશ જેલ નંબર 2માં હતા અને પવનને મંડોલી જેલથી તિહારની જેલ નંબર 2માં શિફ્ટ કરવામાં આવ્યો હતો. જ્યારે કે, વિનય જેલ નંબર 4માં હતો. હવે ચારેય આરોપીઓને જેલ નંબર 3માં શિફ્ટ કરવામાં આવ્યા છે, જેમાં ફાંસી (Death sentence) નો રૂમ પણ છે. સંસદ ભવન પર હુમલો કરનાર આરોપી અફઝલ ગુરુને પણ આ જ બેરેકમાં રાખવામાં આવ્યો હતો, અને બાદમાં તેને ફાંસી લગાવાઈ હતી. હકીકતમાં, તિહાર જેલ (Tihar jail) માં માત્ર બેરક નંબર 3માં જ ફાંસીનો રૂમ છે. તેથી જે આરોપીઓને ફાંસી લાગવાની હોય છે, તેઓને આ બેરેકમાં શિફ્ટ કરવામાં આવે છે. 
Jan 17,2020, 10:36 AM IST
સોનિયા ગાંધી અને મનમોહનસિંહે તિહાડ જેલમાં કરી ચિદમ્બરમ સાથે મુલાકાત
આઈએનએક્સ મીડિયા કેસમાં જેલમાં બંધ પૂર્વ નાણા મંત્રી પી.ચિદમ્બરમને મળવા માટે આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ પીએમ ડો. મનમોહન સિંહ તિહાડ જેલ પહોંચ્યા. મુલાકાત માટેનો સમય સવારે 9થી 10 વાગ્યા વચ્ચેનો નક્કી હતો. તેમણે લગભગ 30 મિનિટ સુધી તિહાડ જેલમાં ચિદમ્બરમ સાથે મુલાકાત કરી. સોનિયા ગાંધી અને મનમોહન સિંહ તિહાડ જેલમાં તેમને મળવા માટે પહોંચ્યા ત્યારે પી ચિદમ્બરમના પુત્ર અને કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમ પણ તિહાડ જેલ પહોંચ્યા હતાં. ચિદમ્બરમ પર આરોપ છે કે તેમણે નાણા મંત્રીના પદ પર હતાં ત્યારે 2007માં લાંચ લઈને આઈએનએક્સ મીડિયાને 305 કરોડ રૂપિયા લઈને વિદેશી રોકાણ પ્રોત્સાહન બોર્ડથી મંજૂરી અપાવી હતી. આ મામલે ચિદમ્બરમ સીબીઆઈ અને ઈડીની તપાસ હેઠળ છે.
Sep 23,2019, 11:55 AM IST

Trending news