Nipah Virus: એવો વાયરસ જેની કોઈ દવા કે વેક્સીન નથી, સંક્રમણથી બચવા તરત કરો આ 5 કામ

Nipah Virus: કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસે દસ્તક આપી છે. દક્ષિણ ભારતના આ મલિયાલમ ભાષી રાજ્યમાં અત્યાર સુધીમાં 6 કેસ સામે આવી ચૂક્યા છે. જ્યારે 2 લોકોએ જીવ ગુમાવ્યા છે. પ્રદેશના લોકો નિપાહ વાયરસથી દહેશતમાં છે. બે દિવસ સુધી શાળાઓ બંધ રહી છે. કન્ટેનમેન્ટ ઝોન જાહેર થયા બાદ અનેક વિસ્તારોમાં લોકડાઉન જેવી સ્થિતિ છે.

Nipah Virus: એવો વાયરસ જેની કોઈ દવા કે વેક્સીન નથી, સંક્રમણથી બચવા તરત કરો આ 5 કામ

Nipah Virus: કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસે દસ્તક આપી છે. દક્ષિણ ભારતના આ મલિયાલમ ભાષી રાજ્યમાં અત્યાર સુધીમાં 6 કેસ સામે આવી ચૂક્યા છે. જ્યારે 2 લોકોએ જીવ ગુમાવ્યા છે. પ્રદેશના લોકો નિપાહ વાયરસથી દહેશતમાં છે. બે દિવસ સુધી શાળાઓ બંધ રહી છે. કન્ટેનમેન્ટ ઝોન જાહેર થયા બાદ અનેક વિસ્તારોમાં લોકડાઉન જેવી સ્થિતિ છે. મામલાની ગંભીરતા જોતા કન્નૂર, વાયનાડ, અને મલપ્પુરમમાં એલર્ટ જાહેર કરાઈ છે. એક હેલ્થ વર્કર તેની ઝપેટમાં આવી ચૂક્યો છે. જ્યારે એક બાળકની હાલત ગંભીર છે. અહીં સૌથી વધુ ટેન્શનવાળી વાત દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી છે. કારણ કે એક અનુમાન મુજબ દર્દીઓના સંપર્કમાં કુલ 700 લોકો આવ્યા છે. જેમના પર સ્વાસ્થ્ય વિભાગ નિગરાણી કરી રહ્યું છે. તેમાંથી 77 અત્યંત જોખમી કેટેગરીમાં છે. 

ભારતમાં પાંચમીવાર જોખમ
નિપાહ વાયરસની ઓળખ પહેલીવાર વર્ષ 1999માં થઈ હતી. પહેલીવાર મલેશિયામાં સુઅર પાળનારા ખેડૂતોમાં આ વાયરસનો એટેક જોવા મળ્યો હતો. વર્ષ 2001માં બાંગ્લાદેશમાં પણ નિપાહ વાયરસના કેસ સામે આવ્યા હતા. છેલ્લા 20 વર્ષમાં ભારતમાં પાંચ વખત નિપાહની દહેશત જોવા મળી છે. નિપાહ વાયરસનો પહેલો આઉટબ્રેક વેસ્ટ બંગાળના સિલિગુડીમાં થયો હતો. ત્યારબાદ બધા આઉટબ્રેક એટલે કે નિપાહ ફેલાવાના કેસ એકલા કેરળમાં સામે આવ્યા છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે WHO અને ICMR ના અભ્યાસો મુજબ સમગ્ર કેરળમાં આ પ્રકારના સંક્રમણનું જોખમ છે. 

નોંધનીય છે કે કેરળે પહેલા નિપાહના પ્રકોપની સૂચના 2018માં એકવાર અને 2019 તથા 2021માં આપી હતી. 18 દર્દીઓમાંથી 17ના મૃત્યુ થયા હતા. સ્પષ્ટ છે કે આ વાયરસ જીવલેણ છે. જેનો કિલ રેટ વધુ છે. એટલે કે સંક્રમણ થયા બાદ પીડિતના મોતનું જોખમ વધે છે. આવામાં એ જાણવું જરૂરી છે કે નિપાહ વાયરસ કેવી રીતે ફેલાય છે અને સંક્રમણથી બચવા માટે તમે શું શું સાવધાની વર્તી શકો છો. 

આ વાયરસનું જાનવરોમાંથી માણસોમાં અને માણસોથી માણસોમાં સંક્રમણની પુષ્ટિ થઈ ચૂકી છે. નિપાહથી સંક્રમિત જાનવરો જેમ કે ચામાચિડિયા, અને સુઅરના સંપર્કમાં આવવાથી પણ આ વાયરસ ફેલાય છે. 

લક્ષણો ઓળખો
નિપાહ વાયરસથી સંક્રમિત વ્યક્તિમાં અનેક પ્રકારના લક્ષણો જોવા મળે છે. શરૂઆતના લક્ષણોમાં માથાનો દુખાવો અને તાવ સામેલ છે. આ ઉપરાંત ઊધરસ, ગળામાં ખરાશ, શ્વાસ લેવામાં મુશ્કેલી, ઉલ્ટી થવી. ગંભીર રીતે બીમાર વ્યક્તિમાં નિપાહ વાયરસના આ લક્ષણો જોવા મળે છે જેમ કે ભ્રમની સ્થિતિ, ઊંઘ ન આવવી, માથામાં સોજો, કોમામાં જવું, મગજનો તાવ. ગંભીર રીતે બીમાર થવાની સ્થિતિમાં 40-70 ટકા સુધી  દર્દીના મોત થઈ શકે છે. 

બચાવ માટે કરો આ 5 કામ
નિપાહ વાયરસ પણ કોવિડની જેમ માણસથી માણસમાં ફેલાઈ શકે છે. આથી તેનું પ્રિવેન્શન પ્રોટોકોલ પણ કોરોના જેવું છે. આવામાં સાવધાની જ બચાવ છે. 

બચવા માટે આ ટિપ્સ ફોલો કરો....

1. ડબલ માસ્ક પહેરો
2. વારે ઘડિયે હાથ બરાબર ધૂઓ. 
3. ભીડભાડવાળી જગ્યા પર ન જાઓ. 
4. પક્ષીઓ અને જાનવરોએ ચાખેલા ફળ ન ખાઓ. 
5. ચામાચિડિયા અને અન્ય પક્ષીઓથી અંતર જાળવો. કન્ટેનમન્ટ ઝોન કે આજુબાજુ બનેલા તાડી જેવા દ્રવ્યોનું સેવન ન કરો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news