Pulwama Terror Attack: પાકિસ્તાન ફરી ખુલ્લું પાડશે, NIA આજે ફાઇલ કરી શકે છે ચાર્જશીટ

ગત વર્ષ ફેબ્રુઆરીમાં થયેલા પુલવામા આતંકી હુમલો (Pulwama Terror Attack)માં સામેલ આતંકીઓની વિરૂધ આજે NIA કોર્ટમાં ચાર્જશીટ દાખલ થઇ શકે છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની આ ચાર્જશીટમાં કુલ 11 આતંકીઓના નામ છે. આ હુમલાની જવાબદારી જેશ-એ-મોહમ્મદે લીધી હતી. ચાર્જશીટમાં જેમાં પાકિસ્તાનના આતંકી સંગઠન જેશ-એ-મોહમ્મદન (Jaish E Mohammed)ના આતંકી પણ સામેલ હશે.
Pulwama Terror Attack: પાકિસ્તાન ફરી ખુલ્લું પાડશે, NIA આજે ફાઇલ કરી શકે છે ચાર્જશીટ

પુલવામા: ગત વર્ષ ફેબ્રુઆરીમાં થયેલા પુલવામા આતંકી હુમલો (Pulwama Terror Attack)માં સામેલ આતંકીઓની વિરૂધ આજે NIA કોર્ટમાં ચાર્જશીટ દાખલ થઇ શકે છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની આ ચાર્જશીટમાં કુલ 11 આતંકીઓના નામ છે. આ હુમલાની જવાબદારી જેશ-એ-મોહમ્મદે લીધી હતી. ચાર્જશીટમાં જેમાં પાકિસ્તાનના આતંકી સંગઠન જેશ-એ-મોહમ્મદન (Jaish E Mohammed)ના આતંકી પણ સામેલ હશે.

હુમલામાં 40 જવાન થયા હતા શહીદ
14 ફેબ્રુઆરી 2019ના દિવસ, જ્યારે પાકિસ્તાન તરફથી થયેલા હુમલામાં ભારતે તેના 40 જવાનો ગુમાવ્યા હતા. સીઆરપીએફ કાફલા પર આતંકી હુમલામાં 40 જવાનો શહિ થયા હતા. હુમલાની જવાબદારી પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે લીધી હતી. એટલા માટે સ્પષ્ટ છે કે, ચાર્જશીટ માં જેશ એ મોહમ્મદનું નામ સામેલ થવાનું નક્કી છે. આ ચાર્જશીટ બાદ આતંકવાદીઓના શરણાર્થીઓ ફરી એકવાર પાકિસ્તાનના આતંકવાદી હુમલાઓથી 'સીધો જોડાણ' જાહેર કરશે.

14 ફેબ્રુઆરીના સીઆરપીએફની બસ પર જેશના આતંકી આદિલ અહમદ ડારે હુમલો કર્યો હતો. તાપસ દરમિયાન NIAએ હુમલા સાથે જોડાયેલા લોકોની ધરપકડ કરી હતી. ચાર્જશીટમાં પાકિસ્તાનની આતંકી સંગઠન જેશ એ મોહમ્મદના અબ્દુલ રાશિદ ગાઝી (Abdul Rashid Ghazi), હિલાલ અહમદ Shal Ahmed)નું નામ પણ હોઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે, હિલાલ અહમદ પુલવામામાં જ મોત થયું છે. ત્યારબાદ આ હુમલાથી એક મહિલાનું નામ જોડવામાં આવી રહ્યું છે. જેણે ડારની મદદ કરી હતી. આ હુમલામાં સામેલ ત્રણ આતંકી પહેલાથી જ માર્યા ગયા છે. શેષ 8નું નામ ચાર્જશીટમાં હોઇ શકે છે. આ હુમલા બાદ સંપૂર્ણ ભારત એકવાર ફરી પાકિસ્તાન તરફ ઘૃણિત નજરથી જોવા લાગ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news