પાલકના 20 હતા, 80 થયા... વરસાદે શાકભાજીના ભાવોને આસમાને પહોંચાડ્યા

શાકભાજીના ભાવ ડબલ કરતા પણ વધી ગયા છે. જેથી લોકોનું બજેટ ખોરવાયું છે

પાલકના 20 હતા, 80 થયા... વરસાદે શાકભાજીના ભાવોને આસમાને પહોંચાડ્યા

હાર્દિક દિક્ષીત/વડોદરા :લોકડાઉનમાં આવક ગુમાવ્યા બાદ હવે મધ્યમવર્ગના નાગરિકોને શાકભાજીનો ભાવ વધારો ત્રાસ મચાવી રહ્યો છે. અન્ય રાજ્યો તેમજ ગુજરાતમાં પણ ભારે વરસાદના કારણે ખેતરોનું ધોવાણ થયું છે. અને ખેડૂતોના શાકભાજીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. શાકભાજીની આવક બજારમાં ઓછી થતાની સાથે તેના ભાવમાં ધરખમ વધારો થયો છે, જેની સીધી અસર સામાન્ય નાગરિકોના બજેટ પર પડી રહી છે. સાથે સાથે ઓછા ગ્રાહકોના કારણે વેપારીઓની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. મહત્વનું છે કે, જો આજ રીતે વરસાદ વરસતો રહેશે, તો આગામી સમયમાં હજી પણ શાકભાજીના ભાવમાં વધારો થવાની પૂરી શક્યતાઓ છે.

  • બટાકા 20 હતા, હવે 50 રૂપિયે કિલો થયા
  • ડુગળી 10 હતા, 25 થયા
  • ટામેટા  30 હતા 60 થયા
  • આદુ 50 હતા 90 થયા.
  • લશણ 70 હતા 140 થયા
  • ફુલાવર 50 હતા 100 થયા
  • ધાણા 50 હતા 140 થયા
  • પાલક 20 હતા 180 થયા
  • રીગણ 20 હતા 80 થયા 

ઉલ્લેખનીય છે કે, ચોમાસામાં શાકભાજીના ભાવ વધી રહ્યો છે, પણ હાલ ભારે વરસાદને પગલે માર્કેટમાં શાકભાજી ઓછા આવી રહ્યાં છે. આવામાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. શાકભાજીના ભાવ ડબલ કરતા પણ વધી ગયા છે. જેથી લોકોનું બજેટ ખોરવાયું છે. 

ગુજરાતના મહત્વના સમાચાર :

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news