15 ઓગસ્ટ પહેલા દિલ્હીમાં ISIS મોડ્યૂલનો ખુલાસો, બાટલા હાઉસમાં શંકાસ્પદ આતંકી ઝડપાયો

15 ઓગસ્ટ પહેલા એનઆઈએને મોટી સફળતા મળી છે. એજન્સીએ દિલ્હીથી આઈએસઆઈએસના કટ્ટર અને સક્રિય સભ્યની બાટલા હાઉસથી ધરપકડ કરી છે. સર્ચ અભિયાન બાદ તેને અરેસ્ટ કરવામાં આવ્યો છે. 
 

15 ઓગસ્ટ પહેલા દિલ્હીમાં ISIS મોડ્યૂલનો ખુલાસો, બાટલા હાઉસમાં શંકાસ્પદ આતંકી ઝડપાયો

નવી દિલ્હીઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) ને મોટી સફળતા હાથ લાગી છે. 15 ઓગસ્ટ પહેલા એજન્સીએ દિલ્હીથી આઈએસઆઈએસના સક્રિય સભ્યની ધરપકડ કરી છે. આતંકીનું નામ મોહસિન અહમદ છે. તેની આઈએસઆઈએસ મોડ્યૂલની ગતિવિધિઓને લઈને સર્ચ બાદ ધરપકડ કરવામાં આવી છે. એનઆઈએએ રવિવારે આરોપી મોહસિન અહમદ પુત્ર મોહમ્મદ શકીલ અહમદના આવાસમાં સર્ચ કર્યું હતું. તે વર્તમાનમાં એફ 18/27, જાપાની ગલી, જોગાબાઈ એક્સટેન્શન, બાટલા હાઉસમાં રહેતો હતો. 

એનઆઈએએ 25 જૂને આઈપીસીની કલમ 153એ અને 153બી અને યૂએ (પી) અધિનિયમની કલમ 18, 18બી, 38, 39 અને 40 હેઠળ કેસ દાખલ કર્યો હતો. ધરપકડ કરાયેલ આતંકી સંગઠન આઈએસઆઈએસનો કટ્ટરવાદી અને સક્રિય સભ્ય છે. તેની ધરપકડ કરવામાં આવી છે. જાણકારી અનુસાર એનઆઈએની ટીમે બાટલા હાઉસના એક ઘરમાં દરોડા પાડ્યા. જ્યાંથી શંકાસ્પદ મોહસિનની ધરપકડ કરવામાં આવી. દરોડા દરમિયાન ઘરમાંથી ઘણા વિવાદાસ્પદ દસ્તાવેજ મળ્યા છે. 

આરોપી આતંકી સંગઠનનો સક્રિય સભ્ય છે. એનઆઈએ આ મામલાની તપાસ કરી રહી છે. 25 જૂને એનઆઈએએ એફઆઈઆર દાખલ કરી હતી. ત્યારબાદ સતત તપાસ કરવામાં આવી રહી હતી. પોલીસે પણ નજર બનાવી રાખી હતી. મોહસિન પર સતત આઈએસઆઈએસના મોડ્યૂલમાં જોડાયેલા રહેવાનો આરોપ હતો. હવાલા, ક્રિપ્ટોકરન્સી દ્વારા પેસાની લેતીદેતી થતી હતી. શંકાસ્પદ પર આરોપ છે કે તે હાટલા હાઉસમાં રહી આસપાસના લોકો અને વિદ્યાર્થીઓને ગતિવિધિઓમાં સામેલ કરવાનો પ્રયાસ કરતો હતો.

હવાલા દ્વારા કર્યું ટ્રાન્ઝેક્શન
એજન્સીએ સતત આતંકી પર નજર રાખી હતી. જ્યારે પૂરાવા મળ્યા તો તેની ધરપકડ કરી લેવામાં આવે. હવે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે ક્રિપ્ટોકરન્સી અને હવાલા દ્વારા જે ટ્રાન્ઝેક્શન થયા છે તેને ફંડ કોણે આપ્યું. તેનો હેન્ડલર કોણ છે. તે આગળ કઈ જગ્યાએ પૈસાની સપ્લાય કરી રહ્યો હતો. કોને પૈસા મોકલી રહ્યો હતો. આ તમામ પાસાની તપાસ કરવામાં આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news