Mansukh Hiren murder case: પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માની ધરપકડ

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ ગુરુવારે પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માના મુંબઈ સ્થિત નિવાસ સ્થાને દરોડા પાડ્યા. એન્ટિલિયા બોમ્બ કેસ મામલે પ્રદીપ શર્માની પૂછપરછ થઈ.

Mansukh Hiren murder case: પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માની ધરપકડ

નવી દિલ્હી: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ ગુરુવારે પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માના મુંબઈ સ્થિત નિવાસ સ્થાને દરોડા પાડ્યા. એન્ટિલિયા બોમ્બ કેસ મામલે પ્રદીપ શર્માની પૂછપરછ થઈ. એનઆઈએના અધિકારીઓએ પ્રદીપ શર્માના ઘરની તલાશી પણ લીધી. અનેક કલાકોની પૂછપરછ બાદ પ્રદીપ શર્માની ધરપકડ કરવામાં આવી. 

મુંબઈ પોલીસના પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માના ઘરે આજે સવાર સવારમાં એનઆઈએની ટીમ પહોંચી હતી. NIA ની ટીમે અંધેરીના જેબીનગર વિસ્તારમાં આવેલા પ્રદીપ શર્માના ઘરે કલાકો સુધી સર્ચ અભિયાન ચલાવ્યું. પ્રદીપ શર્માને સચિન વાઝેનો મેન્ટર પણ કહેવાય છે. આ અગાઉ પણ NIA એ પૂછપરછ કરી હતી. હાલ પ્રદીપ શર્માની ધરપકડ કરવામાં આવી છે. 

વાત જાણે એમ છે કે એન્ટિલિયા કેસ અને મનસુખ હીરેન હત્યા કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ પોલીસ અધિકારી સચિન વાઝેનું કનેક્શન પ્રદીપ શર્મા સાથે જોડાયેલું છે. બંને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં એક સાથે કામ કરી ચૂક્યા છે. મનસુખ હીરેનની હત્યાવાળા દિવસે સચિન વાઝેનું લોકેશન પ્રદીપ શર્માના ઘરની આસપાસ મળ્યું હતું. ત્યારબાદ પ્રદીપ શર્મા, એનઆઈએના રડાર પર આવ્યા હતા. 

A raid was conducted at his residence in Mumbai today.

— ANI (@ANI) June 17, 2021

આ અગાઉ પ્રદીપ શર્માની NIA એ દક્ષિણ મુંબઈમાં પોતાના કાર્યાલયમાં બે દિવસ સુધી પૂછપરછ કરી હતી. સૂત્રોના જણાવ્યાં મુજબ અન્ય આરોપીઓના નિવેદનના આધારે શર્માની ધરપકડ કરાઈ છે. NIA આ અગાઉ પૂર્વ પોલીસ અધિકારી સચિન વાઝે, રિયાઝુદ્દીન કાઝી, સુનિલ માને, પૂર્વ પોલીસ કોન્સ્ટેબલ વિનાયક શિંદે અને ક્રિકેટ સટોડિયો નરેશ ગૌરની ધરપકડ કરી હતી. હાલમાં જ સંતોષ શેલાર અને આનંદ જાધવની પણ ધરપકડ કરી હતી. NIA એ કહ્યું હતું કે આ બંને કથિત રીતે એન્ટિલિયા પાસે વિસ્ફોટકોવાળી એક એસયુવી ઊભી કરવાના ષડયંત્રમાં સામેલ હતા. 

નોંધનીય છે કે આ વર્ષે 25 ફેબ્રુઆરીના રોજ દક્ષિણ મુંબઈ સ્થિત એન્ટિલિયાની પાસે એક લાવારિસ એસયુવી મળી હતી. આ એસયુવીમાં જિલેટીનની સ્ટિક હતી. ત્યારબાદ આ એસયુવીના માલિક મનસુખ હીરેનની 5 માર્ચના રોજ મુંબ્રાના નાળામાંથી લાશ મળી હતી. મનસુખના પરિજનોએ હત્યાનો આરોપ સચિન વાઝે પર લગાવ્યો હતો. આ સમગ્ર કેસની તપાસ NIA કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news