સરકાર લાવી રહી છે ડિજિટલ મીડિયા માટે સખત કાયદો, જાણો શું ફાયદો થશે અને શું નુકસાન?

Digital platform: પ્રેસ એન્ડ રજીસ્ટ્રેશન ઓફ બુક્સ એક્ટ 1867 ભારતમાં કાર્યરત પ્રિન્ટીંગ પ્રેસ અને દેશમાં છપાતા અખબારોનું નિયમન કરે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાયદાના અમલ પછી તેનું ઉલ્લંઘન તે સંસ્થા/વ્યક્તિને સજાને પાત્ર બનાવી શકે છે.

સરકાર લાવી રહી છે ડિજિટલ મીડિયા માટે સખત કાયદો, જાણો શું ફાયદો થશે અને શું નુકસાન?

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દેશમાં ડિજિટલ મીડિયા ન્યૂઝ પ્લેટફોર્મને નિયંત્રિત કરવા માટે રજિસ્ટ્રેશની પ્રક્રિયા આગળ લાવી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરકાર આ માટે નવો કાયદો લાવી રહી છે. તેનું નામ ધ રજિસ્ટ્રેશન ઓફ પ્રેસ એન્ડ પીરિયોડિકલ બિલ 2019 (The Registration of Press and Periodicals Bill 2019) હશે. આ બિલ ધ પ્રેસ એન્ડ રજીસ્ટ્રેશન ઓફ બુક્સ એક્ટ 1867 (The Press and Registration of Books Act, 1867) ના બદલે કામ કરશે. 

પ્રેસ એન્ડ રજીસ્ટ્રેશન ઓફ બુક્સ એક્ટ 1867 ભારતમાં કાર્યરત પ્રિન્ટીંગ પ્રેસ અને દેશમાં છપાતા અખબારોનું નિયમન કરે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાયદાના અમલ પછી તેનું ઉલ્લંઘન તે સંસ્થા/વ્યક્તિને સજાને પાત્ર બનાવી શકે છે.

કેબિનેટ આ બિલ પર જલ્દીથી ચર્ચા કરશે. આ બિલમાં પ્રસ્તાવ છે કે ડિજિટલ ન્યૂઝ પોર્ટલના સમાચારપત્રોના બરાબર માનવામાં આવશે. તેના અનુસાર ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મને પ્રેસ રજિસ્ટ્રાર જનરલની પાસે પંજીકૃત કરવા માટે કહેવામાં આવી શકે છે. પ્રેસ રજિસ્ટ્રાર જનરલ પાસે ભારતમાં વર્તમાન અખબારોના રજિસ્ટ્રાર જેટલી જ સત્તાઓ હશે.

તમને જણાવી દઈએ કે, વર્ષ 2019માં કેન્દ્ર સરકારે રજીસ્ટ્રેશન ઓફ પ્રેસ એન્ડ પીરિયોડિકલ બિલનો ડ્રાફ્ટ લોકોમાં વહેંચ્યો હતો. આ બિલ અનુસાર ડિજિટલ પ્લેટફોર્મનું રજિસ્ટ્રેશન અને રેગ્યુલેશન સરળ બનશે. આ બિલમાં ડિજિટલ મીડિયા પરના સમાચારને "ડિજિટલ ફોર્મેટમાં સમાચાર" તરીકે વ્યાખ્યાયિત કરે છે, જે ઇન્ટરનેટ, કમ્પ્યુટર અથવા મોબાઇલ નેટવર્ક પર પ્રસારિત થઈ શકે છે અને તેમાં ટેક્સ્ટ, ઑડિયો, વિડિયો અને ગ્રાફિક્સનો સમાવેશ થાય છે.

રજિસ્ટ્રેશન ઓફ પ્રેસ એન્ડ પીરિયોડિક્લ્સ 2019ની મુખ્ય વિશેષતાઓ આ પ્રકાર છે.

1- આ બિલમાં પુસ્તકોની નોંધણી અને તેની સાથે જોડાયેલી બાબતોને લગતી હાલની જોગવાઈઓને દૂર કરવાનો પ્રસ્તાવ છે.
2- બિલ મુજબ પ્રકાશકો/મુદ્રકો દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ જાહેરાત સબમિટ કરવાની હાલની પ્રક્રિયા સમાપ્ત થશે.
3- આ બિલથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અખબારોમાં સરકારી જાહેરાતો આપવા, અખબારોની માન્યતા નક્કી કરવા માટે નિયમો બનાવી શકશે.
4- આ બિલ ઈ-પેપર્સની નોંધણી માટે એક સરળ સિસ્ટમનો પ્રસ્તાવ મૂકે છે.
5- આ બિલ પ્રકાશકો પર કાર્યવાહી કરવા માટે PRB એક્ટ, 1867 હેઠળની અગાઉની જોગવાઈને દૂર કરવાની દરખાસ્ત કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news