આ છે PM મોદીનો જબરો ફેન, પ્રભાવિત થઈ વેચી રહ્યો છે 'ચા', આજ સુધી ના જોયો હોય તેવો VIDEO

ક્રિકેટરો અને ફિલ્મી સિતારાઓના ચાહકો અને તેમની દિવાનગીથી તો તમે પરિચીત હશો જ. પણ ખુબ ઓછા લોકો રાજનેતાઓના ફેન હોય છે. સોશિયલ મીડિયા પર હાલ પીએમ મોદીનો જબરો ફેન સામે આવ્યો છે કે જે પીએમ મોદીથી એટલો પ્રભાવિત થયો કે તેણે ચા વેચવાનું શરૂ કરી દીધું.

આ છે PM મોદીનો જબરો ફેન, પ્રભાવિત થઈ વેચી રહ્યો છે 'ચા', આજ સુધી ના જોયો હોય તેવો VIDEO

દિપક પદ્મશાળી/અમદાવાદ: તમે ફિલ્મી કલાકારો અને ક્રિકેટરોના ઘણા ચાહકો અને તેમની દિવાનગી જોઈ હશે પણ સોશિયલ મીડિયા પર હાલ પીએમ મોદીના એક જબરા ફેનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પીએમ મોદીનો આ ચાહક પીએમ મોદીથી પ્રભાવિત થઈને ચા વેચી રહ્યો છે અને તેની ઈચ્છા છે કે તે એક દિવસ પીએમ મોદીને તેના હાથની ચા પીવડાવે...તો ક્યાં અને કેવો છે પીએમ મોદીનો જબરો ફેન...

ક્રિકેટરો અને ફિલ્મી સિતારાઓના ચાહકો અને તેમની દિવાનગીથી તો તમે પરિચીત હશો જ. પણ ખુબ ઓછા લોકો રાજનેતાઓના ફેન હોય છે. સોશિયલ મીડિયા પર હાલ પીએમ મોદીનો જબરો ફેન સામે આવ્યો છે કે જે પીએમ મોદીથી એટલો પ્રભાવિત થયો કે તેણે ચા વેચવાનું શરૂ કરી દીધું. આ ફેન ચા વેચીને જ પોતાનું ગુજરાન ચલાવે છે. હાથમાં ચાની કિટલી અને શરીર પર પીએમ મોદીનું ચિત્ર. શરીર પર મોટા અક્ષરોમાં નમો નમો પણ લખાયેલું દેખાઈ રહ્યું છે. આ યુવકનો અંદાજ ક્રિકેટરોના ફેન જેવો લાગી રહ્યો છે પણ હકિકતમાં આ યુવક પીએમ મોદીનો જબરો ફેન છે..

— Zee 24 Kalak (@Zee24Kalak) July 15, 2022

આ યુવકનું નામ અશોક સાહની છે, જે બિહારના મુઝ્ઝફરપુરમાં રહે છે. પીએમ મોદીના આ ચાહકે તેના શરીરને પીએમ મોદીના રંગમાં રંગી દિધું છે. આ ચાહકે તેના શરીરના આગળના ભાગ પર પીએમ મોદીની તસવીર તેમજ માથા પર ભારતનો નકશો દોરાવી રાખ્યો છે, જ્યારે માથાના પાછળના હિસ્સા પર જય હિંદ લખાવ્યું છે. પીએમ મોદીનો આ ચાહક સ્વસ્છ ભારત અભિયાનથી પણ ખુબ પ્રભાવિત છે અને તેથી જ તેમણે માથાના એક હિસ્સામાં સ્વચ્છ ભારત લખાવી રાખ્યું છે. એટલું જ નહીં આ યુવક તેની સાથે એક ડસ્ટબીન પણ સાથે રાખે છે.

પીએમ મોદીનો આ જબરો ફેન પીએમ મોદીની મોટાભાગની સભાઓમાં જોવા મળે છે. પીએમ મોદીને મળવા માટે આ જબરો ફેન દિલ્લી, ઝારખંડ, રોહતક, કાનપુર, બનારસ તેમજ મોતીહારી જઈ ચુક્યો છે પણ હજુ સુધી પીએમ મોદીને મળવાનું તેમનું સપનું સાકાર થયું નથી. પીએમ મોદીનો આ ચાહકનું એક જ સપનું છે કે જે તે પીએમ મોદીને તેના હાથની ચા પીવડાવે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news