ICC Test Rankings: બુમરાહની મોટી છલાંગ, પ્રથમવાર ટોપ-10મા પહોંચ્યો

બુમરાહની સ્વિંગ બોલિંગ સામે વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોનો ધબડકો થયો હતો. તેણે વિન્ડીઝના પાંચ બેટ્સમેનોને પેવેલિયન પરત મોકલ્યા હતા. 
 

ICC Test Rankings: બુમરાહની મોટી છલાંગ, પ્રથમવાર ટોપ-10મા પહોંચ્યો

નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ એન્ટીગા ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પ્રથમવાર આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-10મા જગ્યા બનાવી છે. બુમરાહે વિન્ડિઝ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટની અંતિમ ઈનિંગમાં પાંચ વિકેટ લીધી હતી. બુમરાહે ટેસ્ટ કરિયરમાં ચોથી વખત પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપી હતી. બુમરાહના પ્રદર્શનની મદદથી ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં જીતની સાથે શરૂઆત કરી હતી. 

આ સાથે બુમરાહ દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝમાં એક ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપનાની સિદ્ધિ મેળવનાર પ્રથમ એશિયન બોલર બની ગય છે. બુમરાહને નવ સ્થાનની છલાંબ લગાવવા 774 પોઈન્ટની સાથે સાતમાં સ્થાને પહોંચી ગયો છે. તો બેટ્સમેનોમાં બીજી ઈનિંગમાં સદી ફટકાનાર ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન રહાણેને પણ એક સ્થાનનો ફાયદો થયો છે અને તે 10મા સ્થાને પહોંચી ગયો છે. રહાણેએ એન્ટીગામાં પોતાના કરિયરની 10મી ટેસ્ટ સદી ફટકારી હતી. 

કમિન્સ છે ટોપ પર
ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર પેટ કમિન્સ હજુ પણ ટેસ્ટ રેન્કિંગમાં ટોપ પર છે. તે 908 પોઈન્ટની સાથે પ્રથમ સ્થાન પર છે. તો આફ્રિકાનો કગિસો રબાડા 851 પોઈન્ટ સાથે બીજા અને જેમ્સ એન્ડસરન 814 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ન્યૂઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટે ફરી એકવાર ટોપ-5મા જગ્યા બનાવી છે. 

ભારતીય બેટ્સમેનોની વાત કરીએ તો કેપ્ટન વિરાટ કોહલી નંબર-1 છે. સ્ટીવ સ્મિથ બીજા અને કેન વિલિયમસન ત્રીજા નંબર પર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news