ડ્રગ સાથે રાખવાના કેસમાં નેસ વાડીયાને જાપાનમાં 2 વર્ષની જેલની સજા
નેસ વાડીયાના ટ્રાઉઝરના પોકેટમાંથી ગાંજા જેવા નશાકારક દ્રવ્યનું 25 ગ્રામનું પકેટ મળી આવ્યું હતું, નેસ વાડીયા અહીં સ્કીઈંગનો આનંદ માણવા માટે આવ્યા હતા
Trending Photos
નવી દિલ્હીઃ નેસ વાડીયા, કિંગ્સ ઈલેવન પંજાબ ક્રિકેટ ટીમના સહમાલિકને જાપાનમાં રજાઓ ગાળવા દરમિયાન ખિસ્સામાં ડ્રગ રાખવાના કેસમાં 2 વર્ષની જેલની સજા સંભળાવાઈ છે. નેસ 283 વર્ષ જૂના વાડીયા ગ્રૂપના વારસદાર છે. ફાઈનાન્શિયલ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, જાપાનના ન્યૂ ચિટોસે એરપોર્ટ પર માર્ચ મહિનામાં નેસ વાડીયાની ધરપકડ કરવામાં આવી હતી.
કસ્ટમ્સ વિભાગ દ્વારા તેમની પાસે ડ્રગ હોવાની શંકાને આધારે નેસ વાડીયાને એરપોર્ટ પર અટકાવાયા હતા અને તેમની તલાશી લેવાઈ હતી. તલાશી દરમિયાન તેમની ટ્રાઉઝરના પોકેટમાંથી ગાંજા જેવા નશાકારક દ્રવ્યનું 25 ગ્રામનું પેકેટ મળી આવ્યું હતું.
ફાઈનાન્શિયલ ટાઈમ્સે સપોરો કોર્ટના અધિકારીને ટાંકીને લખ્યું છે કે, 'વાડીયાએ તેમની પાસે ડ્રગ હોવાની કબુલાત કરી હતી અને જણાવ્યું હતું કે આ તેમના અંગત ઉપયોગ માટે છે.' 20 માર્ચના રોજ તેમની સામે કોર્ટમાં આરોપો ઘડવામાં આવે તે પહેલા સુધી નેસ વાડીયાને પોલીસની અટકાયતમાં રહેવું પડ્યું હતું. સાપોરો ડિસ્ટ્રીક્ટ કોર્ટે તેમને આરોપો સાબિત થયા બાદ 2 વર્ષની જેલની સજા ફટકારી હતી. વાડીયાની પાંચ વર્ષની સજા નિલંબિત કરાઈ હતી.
નેસ વાડીયા હોંગકોંગથી નિસેકો પહોંચ્યા હતા. આ શહેર એશિયામાં બરફમાં સ્કીઈંગના શોખીનો માટેનું પ્રખ્યાત સ્થળ છે.
વાડીયા ગ્રૂપના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું કે, "ચૂકાદો સ્પષ્ટ છે. આ એક નિલંબિત સજા છે. તેનાથી નેસ વાડીયાની જવાબદારીઓમાં કોઈ ફરક પડશે નહીં. તેઓ તેમની ગ્રૂપના અંદર અને બહારની તમામ ભૂમિકા નિભાવતા રહેશે."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે