નેપાળે વિવાદિત મેપને આપી મંજૂરી, ભારતના આવિસ્તારોને જણાવ્યો પોતાનો ભાગ
ભારત (India)ના પડોશી નેપાળ (Nepal)એ પોતાના દેશના નવા વિવાદિત મેપ (Controversial map)ને મંજૂરી આપી છે, જેમાં ભારતીય સીમાના ઓછામાં ઓછાના ત્રણ વિસ્તારોને નેપાળમાં બતાવ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: ભારત (India)ના પડોશી નેપાળ (Nepal)એ પોતાના દેશના નવા વિવાદિત મેપ (Controversial map)ને મંજૂરી આપી છે, જેમાં ભારતીય સીમાના ઓછામાં ઓછાના ત્રણ વિસ્તારોને નેપાળમાં બતાવ્યા છે. વડાપ્રધાન કેપી શર્મા ઓલીના નેતૃત્વમાં કેબિનેટની બેઠકમાં સોમવારે આ વિવાદિત નકશાને મંજૂરી આપી દીધી. નેપાળના નવા મેપના અનુસાર લિંપિયાધુરા, લિપુલેખ અને કાલાપાની નેપાળમાં છે, જ્યારે આ વિસ્તાર ભારતમાં આવે છે.
ગત અઠવાદિયે નેપાળના રાષ્ટ્રપતિ (Nepal President) એ સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતાં કહ્યું કે દેશના નવા મેપમાં તે વિસ્તારોને બતાવવામાં આવશે, જેને આપણે આપણા માનીએ છીએ. રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારી (Bidhya Devi Bhandari)એ કહ્યું હતું કે લિંપિયાધુરા, લિપુલેખ અને કાલાપાની વિસ્તાર નેપાળમાં આવે છે. અને તેને ફરીથી વસાવવા માટે નક્કર પગલાં ભરવામાં આવશે. તેમણે આગળ કહ્યું હતું કે 'નેપાળના સત્તાવાર મેપમાં આ તમામ વિસ્તારોને સામેલ કરવામાં આવશે.'
થોડા દિવસો પહેલાં કાઠમાંડૂએ વ્યક્ત કરી હતી આપત્તિ
ગત થોડા દિવસો પહેલાં રક્ષામંત્રી રાજનાથ સિંહે ધારચૂલાથી લિપુલેખ સુધીના નવા રોડનું ઉદઘાટન કર્યું હતું. તેનો કાઠમાંડૂએ વિરોધ કર્યો હતો. આ રોડ પરથી કૈલાશ માનસરોવર જનાર તીર્થયાત્રીઓને ઓછો સમય લાગશે. ત્યારબાદ નેપાળના વિદેશ મંત્રી પ્રદીપ કુમાર ગ્યાવલીએ ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રા સાથે આ મુદ્દો ઉઠાવ્યો હતો. આ સંબંધમાં ભારતે જવાબમાં પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે ઉત્તરાખંડના પિથૌરાગઢ જિલ્લામાં તાજેતરમાં જ બનેલો રોડ ભારતના વિસ્તારમાં છે.
ભારત અને નેપાળ (India-Nepal Dispute) વચ્ચે ચાલી રહેલો વિવાદનો કોઇ નવી વાત નથી. તમને જણાવી દઇએ કે વર્ષ 1816માં સુગૌલીની સંધિ હેઠળ નેપાળના રાજાએ કાલાપાની અને લિપુલેખ સહિત પોતાના વિસ્તારોને બ્રિટિશોને સોંપી દીધા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે