26 જુલાઈએ NEET તો 19-23 જુલાઈ સુધી લેવાશે JEE Mainsની પરીક્ષા
લાખો વિદ્યાર્થીઓ મેડિકલ અને એન્જીનિયરિંગના યૂજી કોર્સમાં એડમિશન લેવા માટે નીટ અને જેઈએ મેન જેવી પરીક્ષામાં સામેલ થાય છે. આ વર્ષે પણ લાખો વિદ્યાર્થીઓ પરીક્ષાની રાહ જોઈ રહ્યાં છે.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોના સંકટને કારણે હવે National Eligibility Cum Entrance Test (NEET) ની પરીક્ષા 26 જુલાઈએ યોજાશે. આ સાથે Joint Entrance Examination (JEE) Mains ની પરીક્ષા 19 જુલાઈથી 23 જુલાઈ વચ્ચે યોજાશે અને JEE Advance ની પરીક્ષા હવે ઓગસ્ટમાં લેવાશે. આ જાહેરાત માનવ સંસાધન વિકાસ મંત્રી રમશે પોખરિયાલ નિશંકે મંગળવારે કરી છે.
જે ઉમેદવારો તેની તારીખોની રાહ જોઈ રહ્યાં હતા. તેની દુવિધાને જોતા કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી ડો. રમેશ પોખરિયાલ નિશંક લાઇવ ચેટ દ્વારા ઉમેદવારોના સવાલોના જવાબ આપી રહ્યાં હતા.
મહત્વનું છે કે, ડો. રમેશ પોખરિયાલ નિશંક વિદ્યાર્થીઓની સાથે ચર્ચા કરી રહ્યાં છે. તેના માટે તેઓ ટ્વીટર પર લાઇવ છે, દેશભરના વિદ્યાર્થીઓ તેમને સવાલ પૂછી શકે છે.
લાખો વિદ્યાર્થીઓ મેડિકલ અને એન્જીનિયરિંગના યૂજી કોર્સમાં એડમિશન લેવા માટે નીટ અને જેઈએ મેન જેવી પરીક્ષામાં સામેલ થાય છે. આ વર્ષે પણ લાખો વિદ્યાર્થીઓ પરીક્ષાની રાહ જોઈ રહ્યાં છે.
આ વખતે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખતા રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA)એ નીટ યૂજી 2020 (NEET UG 2020) અને જેઈઈ મેન 2 (JEE Main 2) પ્રથમવાર કેટલિક ઢીલ આપવામાં આવી હતી. તમામ ઉમેદવારોને આ પરીક્ષા માટે પહેલાથી ભરવામાં આવેલ પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર કરવાની તક આપવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે