મહારાષ્ટ્રમાં જબરદસ્ત રાજકીય ઉથલપાથલ વચ્ચે NCP ચીફ શરદ પવારની તબિયત લથડી
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના પ્રમુખ શરદ પવાર (Sharad Pawar) ની તબિયત બગડવાના કારણે તેમને હોસ્પિટલમાં લઈ જવાયા એનસીપી નેતા નવાબ મલિકે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક ટ્વીટ કરીને જાણકારી આપી.
Trending Photos
નવી દિલ્હી: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના પ્રમુખ શરદ પવાર (Sharad Pawar) ની તબિયત બગડવાના કારણે તેમને હોસ્પિટલમાં લઈ જવાયા એનસીપી નેતા નવાબ મલિકે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક ટ્વીટ કરીને જાણકારી આપી.
નવાબ મલિકે જણાવ્યું કે તેમને એન્ડોસ્કોપી અને સર્જરી માટે 31 માર્ચ 2021ના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. આવામાં એનસીપી પ્રમુખના તમામ કાર્યક્રમ આગામી નોટિસ સુધી રદ કરાયા છે. આ સાથે જ મલિકે એ પણ જાણકારી આપી કે હોસ્પિટલ તરફથી સલાહ બાદ શરદ પવારને લોહી પાતળું કરવાની જે દવા અપાઈ રહી હતી તે બંધ કરવામાં આવી છે.
He is on Blood Thinning Medication which is now being stopped due to this issue.
He will be admitted in hospital on the 31st of March 2021 and an Endoscopy and Surgery will be conducted.
Hence all his programmes stand cancelled until further notice.@PTI_News @ANI
— Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) March 29, 2021
સંકટનો સમય
અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં હાલ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સંકટમાંથી પસાર થઈ રહી છે. NIA એન્ટિલિયા અને સચિન વાઝે કેસની તપાસ કરી રહી છે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અને NCP નેતા અનિલ દેશમુખ પર અત્યંત ગંભીર આરોપ લગાવ્યા છે. રાજનીતિના ધૂરંધર ગણાતા શરદ પવાર પોતાની પાર્ટીને મહારાષ્ટ્રમાં સત્તામાં જાળવી રાખવા માટે શું કરશે? તેના પર બધાની નજર ટકેલી છે.
અમદાવાદમાં બેઠક?
'દરેક ચીજ સાર્વજનિક કરી શકાતી નથી'
નોંધનીય છે કે રાજકીય વર્તુળોમાં એવી અટકળો હતી કે અમિત શાહ શનિવારે અમદાવાદ (Ahmedabad) માં ટોચના ઉદ્યોગપતિના નિવાસ સ્થાને પવાર અને પ્રફૂલ્લ પટેલને મળ્યા છે. જો કે શાહે રવિવારે દિલ્હીમાં પત્રકાર પરિષદમાં કથિત મુલાકાત અંગે પ્રશ્ન પૂછવામાં આવતા કહ્યું કે દરેક ચીજ સાર્વજનિક કરી શકાતી નથી.
નવાબ મલિકે અટકળો પર મૂક્યું પૂર્ણવિરામ!
મહારાષ્ટ્ર (Maharashtra) સરકારમાં મંત્રી અને NCPના રાષ્ટ્રીય પ્રવક્તા નવાબ મલિકે પાર્ટી પ્રમુખ શરદ પવાર (Sharad Pawar) અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) વચ્ચે મુલાકાત થવાની ખબરને સંપૂર્ણપણે ફગાવી છે. મલિકે આરોપ લગાવ્યો કે આ પ્રકારની વાતો કરીને ભ્રમ પેદા કરવો એ ભાજપની રીત છે.
મલિકે ભાજપ પર સાધ્યું નિશાન
મલિકે આગળ કહ્યું કે 'આ સંપૂર્ણ રીતે ખોટી માહિતી છે. જે કેટલાક લોકોએ ભ્રમ પેદા કરવા માટે જાણી જોઈને ફેલાવી છે. ભાજપ કેટલાક ભ્રમ પેદા કરવા માંગે છે. એવી કોઈ મુલાકાત થઈ નથી. પવારનું શાહને મળવાનું કોઈ કારણ નથી.'
મહારાષ્ટ્રમાં રાજકીય ડ્રામા ચાલુ
આ બધા વચ્ચે મહારાષ્ટ્રમાં રવિવારે પણ રાજકીય ડ્રામા ચાલુ રહ્યો. જેની શરૂઆત શિવસેના સાંસદ સંજય રાઉતે પોતાના લેખથી કરી. તેમણે સામના દ્વારા એનસીપી નેતા અનિલ દેશમુખને એક્સીડેન્ટલ ગૃહમંત્રી ગણાવ્યા. ત્યારબાદ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને એનસીપી નેતા અજિત પવારે કહ્યું કે કોઈએ પણ ગઠબંધન સરકારમાં સ્થિતિ બગાડવી જોઈએ નહીં.
અજિત પવારે કહ્યું કે મંત્રીપદની ફાળવણી દરેક રાજકીય પક્ષના પ્રમુખનો વિશેષાધિકાર હોય છે. જ્યારે ત્રણેય પક્ષોની સરકાર ઠીકથી કામ કરી રહી છે તો આવામાં સ્થિતિ કોઈ પણ બગાડવી જોઈએ નહીં. તેમણે કહ્યું કે રાજ્યમાં એનસીપીના કોટાથી કોને કયું પદ મળશે તે શરદ પવાર નક્કી કરે છે. એ જ રીતે કોંગ્રેસ અને શિવસેના અપનાવે છે.
પરમબીર સિંહે પત્રમાં લગાવ્યા છે ગંભીર આરોપ
અત્રે જણાવવાનું કે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે 20 માર્ચના રોજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લખેલા એક પત્રમાં દાવો કર્યો હતો કે ગૃહમંત્રી અનિલ દેશમુખ ઈચ્છતા હતા કે પોલીસ અધિકારી બાર અને હોટલો પાસેથી 100 કરોડ રૂપિયાની માસિક વસૂલી કરે. જો કે દેશમુખે પોતાના પર લાગેલા આરોપ ફગાવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે