બેનરો લગાવીને ગઢચિરોળી હુમલાની નક્સલીઓએ લીધી જવાબદારી, આપી ધમકી 

મહારાષ્ટ્રના ગઢચિરોળીમાં લેન્ડ માઈન્સ વિસ્ફોટ બાદ દાદાપુર ગામમાં નક્સલીઓએ બેનર લગાવ્યાં છે.

બેનરો લગાવીને ગઢચિરોળી હુમલાની નક્સલીઓએ લીધી જવાબદારી, આપી ધમકી 

આશિષ અમ્બાડે, મુંબઈ: મહારાષ્ટ્રના ગઢચિરોળીમાં લેન્ડ માઈન્સ વિસ્ફોટ બાદ દાદાપુર ગામમાં નક્સલીઓએ બેનર લગાવ્યાં છે. બેનરોમાં હુમલાની જવાબદારી લેતા તેમણે તે વિસ્તારમાં સડક નિર્માણમાં લાગેલી કંપનીઓ અને ઠેકેદારોને ધમકીઓ પણ આપી છે. નક્સલીઓએ મંગળવારે રાતે કન્સ્ટ્રક્શન કંપનીનીની લગભગ 50 ગાડીઓને બાળી મૂકવાની જવાબદારી લીધી છે. તેને નક્સલી કમાન્ડર રામકો નરોટી અને અન્ય મહિલા નક્સલીઓની હત્યાનો વિરોધ ગણાવ્યો છે. આ સાથે જ અન્ય નક્સલીઓને પણ વિરોધ કરવાનું આહ્વાન બેનર દ્વારા કરાયું છે. 

નક્સલીઓએ અહીં બે બેનર લગાવ્યાં છે. બીજામાં પુલ અને સડક નિર્માણનો વિરોધ કરાયો છે. આ સાથે જ કહેવાયું છે કે સરકાર અમીરોની કઠપૂતળી બની ગઈ છે. નક્સલીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના વિરોધનું આહ્વાન કર્યું છે. 

જુઓ LIVE TV

નક્સલીઓએ જે ગામમાં  બેનર લગાવ્યાં છે તે હુમલાની જગ્યાએથી 10 કિલોમીટરના અંતરે છે. હવે પોલીસે અહીં ઓપરેશન શરૂ દીધુ છે. મહારાષ્ટ્રના ડીજીપી સુબોધ જયસ્વાલે ઘટનાસ્થળની મુલાકાત લીધી. અત્રે જણાવવાનું કે બુધવારે મહારાષ્ટ્રના ગઢચિરોળીમાં એક મોટો નક્સલી હુમલો થયો. આ હુમલામાં મહારાષ્ટ્ર પોલીસની ક્વિક રિસ્પોન્સ ટીમના 15 જવાનો શહીદ થયા. જવાનોને લઈને જતી ગાડીનો ડ્રાઈવર પણ માર્યો ગયો.  નક્સલીઓએ આઈઈડી બ્લાસ્ટ કરીને પેટ્રોલિંગ કરવા જઈ રહેલી ગાડીને ઉડાવી દીધી. આ તમામ જવાનો નક્સલ વિરોધી સી-60 ગ્રુપના સભ્યો હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news