સિદ્ધુએ CMના બદલે રાહુલ ગાંધીને મોકલ્યું રાજીનામું, મંત્રીએ કહ્યું ટેક્નીકલી આ ખોટું

ટ્વીટર પર પોતાનું રાજીનામું પોસ્ટ કરતા સિદ્ધુએ ટ્વીટ કર્યું કે, મારુ રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પાસે 10 જુન 2019ના રોજ પહોંચી ગયું હતું

સિદ્ધુએ CMના બદલે રાહુલ ગાંધીને મોકલ્યું રાજીનામું, મંત્રીએ કહ્યું ટેક્નીકલી આ ખોટું

ચંડીગઢ : પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને તેના કેબિનેટ સાથી નવજોત સિંહ સિદ્ધુની વચ્ચે વિવાદ રવિવારે તે સમયે વધારે ઘેરો બન્યો જ્યારે સિદ્ધુએ વિજળી અને પુન:પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત મંત્રાલય પાસેથી રાજીનામું આપી દીધું. ક્રિકેટરથી રાજનેતા બનેલા સિદ્ધુએ પોતાનું રાજીનામું આપી દીધું અને લખ્યું કે, 'હું પંજાબ મંત્રી પદથી રાજીનામું આપુ છું'.

બીએલ સંતોષ હશે ભાજપના નવા સંગઠન મહાસચિવ, કર્ણાટકમાં યેદિયુરપ્પાનો વિકલ્પ
ટ્વીટર પર પોતાનું રાજીનામું પોસ્ટ કરતા સિદ્ધુએ ટ્વીટ કર્યું, મારુ રાજીનામુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પાસે 10 જુન 2019ના રોજ પહોંચી ગયું હતું. ત્યાર બાદ સિદ્ધુએ ટ્વીટ કર્યું કે, પંજાબના મુખ્યમંત્રીને પોતાનું રાજીનામું મોકલીશ. પંજાબ સરકારમાં મંત્રીતૃપ્તી રાજેન્દ્ર સિંહ બાજવાએ કહ્યું કે, સિદ્ધુ દ્વારા મંત્રિમંડળથી રાજીનામું સૌથી પહેલા પાર્ટી અધ્યક્ષને સોંપવુ ટેક્નીકલી ખોટું છે. 
હિમાચલના સોલનમાં ગેસ્ટહાઉસ ધરાશાયી, સેનાના 35 જવાનો દબાયાની આશંકા

જ્યારે ડ્રમની નાવમાં બેસાડીને નવદંપત્તીને આપવી પડી વિદાય, નદીઓ ગાંડીતુર
સિદ્ધુને પોતાનાં નિર્ણય પર ફરી એકવાર વિચાર કરવાનો આગ્રહ કરતા તેમણે કહ્યું કે, તેમને મુખ્યમંત્રી સાથે વાત કરવી જોઇએ પોતાની વચ્ચે ચાલી રહેલા મતભેદોને દુર કરવા જોઇએ. તેમણે કહ્યું કે, તેઓ એક સમજદાર વ્યક્તિ છે અને પોતાનાં નવા વિભાગને ઘણુ બધુ આપી શકે છે. 6 જુને મંત્રિમંડળના પુનર્ગઠનમાં સિદ્ધુ સાથે સ્થાનિક સરકાર અને પર્યટન અને સાંસ્કૃતિક મુદ્દાનાં વિભાગ મુદ્દે તેમને વિજળી અને પુન:પ્રાપ્ત ઉર્જા સ્ત્રોત મંત્રાલય સોંપી દેવાયું હતું. 

ચિંતા વધારનારા સમાચાર: ભારત નહી રહે યુવાનોનો દેશ, વધી જશે વૃદ્ધોની સંખ્યા
સિદ્ધુએ જો કે પોતાનાં નવા મંત્રાલયનો પ્રભાર સંભાળવાનો ઇન્કાર કરી દીધો હતો. 10 જુને નવી દિલ્હીમાં તેમને કોંગ્રેસ નેતાઓ- રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અહેમદ પટેલ સાથે મુલાકાત કરી તેમને જણાવાયું હતું કે, લોકસભામાં પાર્ટીના પરાજય માટે તેના પર જાહેર રીતે આરોપ લગાવવામાં આવ્યો. ત્યાર બાદથી તેઓ એકાંતવાસમાં જતા રહ્યા હતા. તેમને ગેરહાજરીમાં અમરિંદર સિંહે 10 જુને વિજળીની અછત સંબધિત અનેક મહત્વપુર્ણ નિર્ણય લીધા કારણ કે રાજ્યમાં તેના કારણે ધાનનો પાક પ્રભાવીત થઇ રહ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news