ચૂંટણી ટાણે જ કોંગ્રેસને મોટો ફટકો, ફાયરબ્રાન્ડ નેતા સિદ્ધુ નહીં કરી શકે ચૂંટણી પ્રચાર

લોકસભા ચૂંટણી 2019ના 6 તબક્કાના મતદાન પૂરા થઈ ગયા છે. હવે છેલ્લા તબક્કાનું મતદાન 19મી મેના રોજ છે. આ બધા વચ્ચે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા અને પંજાબ સરકારમાં મંત્રી નવજોતસિંહ સિદ્ધુનું ગળું ખરાબ થયું છે.

ચૂંટણી ટાણે જ કોંગ્રેસને મોટો ફટકો, ફાયરબ્રાન્ડ નેતા સિદ્ધુ નહીં કરી શકે ચૂંટણી પ્રચાર

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ના 6 તબક્કાના મતદાન પૂરા થઈ ગયા છે. હવે છેલ્લા તબક્કાનું મતદાન 19મી મેના રોજ છે. આ બધા વચ્ચે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા અને પંજાબ સરકારમાં મંત્રી નવજોતસિંહ સિદ્ધુનું ગળું ખરાબ થયું છે. લોકસભા ચૂંટણી સમયે સિદ્ધુએ પોતાના વિવાદાસ્પદ નિવેદનો અને જુમલા તથા આક્રમક પ્રહારોથી ચૂંટણી પ્રચારમાં ગરમાવો પેદા કર્યો હતો. અચાનક ગળું ખરાબ થતાં કોંગ્રેસ અને સિદ્ધુ બંને માટે ચિંતાનો વિષય બની ગયો છે. 19મી મેના રોજ પંજાબની 13 લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે. પંજાબમાં જીત માટે તમામ રાજકીય પક્ષો હાલ ધૂઆંધાર પ્રચાર કરી રહી છે. 

કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ પણ પોતાની પાર્ટીને જીતાડવા માટે તાબડતોડ પ્રચાર કરી રહ્યાં હતાં. અચાનક નવજોત સિંહ સિદ્ધુને લઈને એક એવા સમાચાર  આવી રહ્યાં છે કે રેલીઓમાં ભાષણ આપી આપીને તેમનું ગળું ખરાબ થઈ ગયું છે. હાલ તેઓ સારવાર હેઠળ છે. નવજોત સિંહ સિદ્ધુના કાર્યાલયથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવાયું છે કે સતત પ્રચારને કારણે સિદ્ધુનું ગળું ખરાબ થઈ ગયું છે. ત્યારબાદ ડોક્ટરો તેમની સારવાર કરી રહ્યાં છે. તેઓ જલદી ચૂંટણી પ્રચારમાં પાછા ફરશે. 

— ANI (@ANI) May 13, 2019

એક અહેવાલ મુજબ કોંગ્રેસના સ્ટાર પ્રચારક ગણાતા સિદ્ધુએ લોકસભા ચૂંટણી દરમિયાન 28 દિવસમાં 80 રેલીઓને સંબોધી છે. સતત રેલીઓમાં ભાષણ આપવાના કારણે તેમનું ગળું ખરાબ થઈ ગયું. ત્યારબાદ ડોક્ટર તેમને સ્ટેરોઈડની દવા અને ઈન્જેક્શન આપી રહ્યાં છે. 

જુઓ LIVE TV

સિદ્ધુ 14મી મેના રોજ બિહાર અને 15મેના રોજ બિલાસપુરમાં રેલી કરવાના હતાં. જો કે હવે એવું લાગે છે કે કદાચ સ્થગિત કરવી પડે. 16મી મે અને 17મી મેના રોજ તેઓ એમપીમાં રેલી કરવાના હતાં. ગળું ખરાબ હોવાના કારણે સિદ્ધુ અને કોંગ્રેસ માટે આ એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news