Navratri 2022: દૈત્યોના સંહાર માટે માતાજીને કયા દેવતાઓએ આપ્યાં શસ્ત્રો? જાણો રોચક કથા

વિવિધ સમયકાળમાં દૈત્યોના સંહાર કરવા માટે માતાજીએ અસ્ત્રો ઉઠાવ્યાં છે. જોકે, સવાલ એ પણ થાય છેકે, માતાજીને આ શસ્ત્રો કયા દેવતાએ આપ્યાં. જાણવા જેવી છે રોચક કથા

Navratri 2022: દૈત્યોના સંહાર માટે માતાજીને કયા દેવતાઓએ આપ્યાં શસ્ત્રો? જાણો રોચક કથા

નવી દિલ્લીઃ નવરાત્રિના પવિત્ર પર્વનો આરંભ થઈ ચૂક્યો છે. નવરાત્રિ એટલે આદ્યશક્તિની આરાધનાનો પર્વ. માતાજીની આરાધનાનો પર્વ નવરાત્રી શરુ થઈ ગયો છે. આ નવ દિવસોમાં ભક્તો શક્તિની ઉપાસના કરે છે. કહેવાય છે કે માતાજીએ મહિષાસુર નામના ભયંકર રાક્ષસનો સંહાર કર્યા બાદ નવરાત્રીનો પર્વ ઉજવવામાં આવે છે. આવા ભયંકર રાક્ષસોનો સંહાર કરવા માતાજી પાસે વિશેષ અસ્ત્ર-શસ્ત્રો હતા. આ શસ્ત્રો વિવિધ દેવોએ માતાજીને અર્પણ કર્યા હતા. તેમાના કેટલાક શસ્ત્રો વિશે આજે આપણે માહિતી મેળવીશું.

દૈત્યો એટલા બળશાળી હતા કે કોઈ તેમની સામે ટકી શકતા ન હતા. દૈત્યોના સંહાર માટે દુર્ગાશપ્તી મુજબની કથા મુજબ રક્તબીજ નામનો રાક્ષસ હતો. તેના એક રક્તના બિંદુમાંથી એક હજાર બીજા રાક્ષસ જન્મ લેતા હતા. માતાજીએ તેનો વધ કરી તેનું રક્તપાન કર્યું તો માતાજીના મુખની અંદર પણ દૈત્યો પેદા થવા લાગ્યા ત્યારે માતાજીએ મહાકાળીનું સ્વરુપ લઈ રક્ત ખપ્પરમાં લઈ દૈત્યનો વધ કર્યો.

અલગ- અલગ દેવતાએ માતાજીને શસ્ત્રો પ્રદાન કર્યાં-
સુદર્શન ચક્ર- દૈત્યોનો નરસંહાર કરવા માટે શ્રી વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રમાંથી નવુ સુદર્શન ચક્ર ઉત્પન્ન કરી માતાજીને આપ્યું કારણ કે જો તેઓ પોતાનું સુદર્શન ચક્ર આપી દે તો પોતાની પાસે કોઈ શસ્ત્ર રહે નહીં.

શંખ-
ગીતાજીમાં ઉલ્લેખ છે, યુદ્ધમાં શંખ ખૂબ જ મહત્વનો છે. યુદ્ધ શરુ થાય ત્યારે શંખનાદ કરવામાં આવે છે. અને ઘણા શંખ એવા હોય છે કે તેની ધ્વની માત્રથી અમુક રાક્ષસોનો નાશ થઈ જતો હતો. વરુણ ભગવાને માતાજીને શંખ પ્રદાન કર્યો હતો.

અગ્નિ-
हुताशंन: शक्ति. હુતાશનનો અર્થ થાય અગ્નિ અને અગ્નિનું પણ શસ્ત્ર છે શક્તિ. વાયુ દેવતાએ ચાપ નામનું શસ્ત્ર પ્રદાન કર્યું છે.

અંકુશ-
અંકુશનો સરળ ભાષામાં સમજાવીએ તો અર્થ થાય કંટ્રોલિંગ- માતાજી જીવાત્માઓ પર અંકુશ પ્રાપ્ત કરે તે માટે અંકુશ શસ્ત્ર દેવ ઈન્દ્રએ આપ્યું હતું.

દંડ-
યમરાજે માતાજીને દંડ(નાની લાકડી) શસ્ત્ર આપ્યું. જીવાત્મા કોઈ ભૂલ કરે દુષ્ટ બની જાય ત્યારે માતાજી દંડ આપે છે. આભૂષણ- આભૂષણ પણ માતાજીના શસ્ત્રોનો એક ભાગ છે. માતાજીએ ધારણ કરેલા અમુક આભૂષણો દૈત્યોને મોહિત કરે છે અને તેથી માતાજી તેમનો સંહાર કરી લે છે.

સિંહ-
સિહ સ્વયંમ આત્મ સ્વરુપ છે, શક્તિ છે, અગ્નિ છે. તે શક્તિ માતાજી પાસે સિંહ સ્વરુપે રહે છે. સિંહ માતાજીનું વાહન પણ છે અને શસ્ત્ર પણ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news