National Safe Motherhood Day 2023: કેમ ઉજવવામાં આવે છે નેશનલ સેફ મધરહુડ ડે? શું છે તેનો ઇતિહાસ અને મહત્વ

National Safe Motherhood Day 2023: રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ દર વર્ષે 11 એપ્રિલે ઉજવવામાં આવે છે. આની ઉજવણી કરવાનો હેતુ મહિલાઓની માતૃત્વ સુરક્ષાને પ્રોત્સાહન આપવાનો છે.2003માં ભારત સરકારે 11મી એપ્રિલના રોજ રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી.
 

National Safe Motherhood Day 2023: કેમ ઉજવવામાં આવે છે નેશનલ સેફ મધરહુડ ડે? શું છે તેનો ઇતિહાસ અને મહત્વ

National Safe Motherhood Day 2023: નેશનલ સેફ મધરહુડ ડે દર વર્ષે 11 એપ્રિલે ઉજવવામાં આવે છે. આ ઉજવણીનો હેતુ મહિલાઓની માતૃત્વ સુરક્ષાને પ્રોત્સાહન આપવાનો છે. વર્ષ 2003માં ભારત સરકારે 11મી એપ્રિલના રોજ રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. આ અભિયાનની શરૂઆત 'વ્હાઈટ રિબન એલાયન્સ ઈન્ડિયા' દ્વારા કરવામાં આવી હતી. ભારત સરકારે તેને ઉજવવાનું નક્કી કર્યું જેથી કોઈ પણ મહિલાનું ગર્ભાવસ્થા અને પ્રસૂતિ દરમિયાન મૃત્યુ ન થાય. ભારતમાં બાળકના જન્મને કારણે માતાઓના મૃત્યુની સ્થિતિ ખૂબ જ ખરાબ છે.

રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસનો ઇતિહાસ

વર્ષ 2003 માં, વ્હાઇટ રિબન એલાયન્સ ઇન્ડિયાની વિનંતી પર, ભારત સરકારે 11 એપ્રિલના રોજ કસ્તુરબા ગાંધીની જયંતિને રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ તરીકે જાહેર કરી. ત્યારથી દર વર્ષે 11 એપ્રિલને 'રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે આ દિવસ એક ખાસ થીમ સાથે ઉજવવામાં આવે છે.

 ઉજવણી કરવાનો હેતુ 

રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસની ઉજવણીનો હેતુ સગર્ભા સ્ત્રીઓને સગર્ભાવસ્થા, ડિલિવરી અને પ્રસૂતિ પછીની અને આરોગ્ય સંબંધિત સેવાઓ વિશે જાગૃતિ લાવવાનો છે. જેથી તેમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં દર વર્ષે 35,000 થી વધુ મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય કાળજીના અભાવે મૃત્યુ પામે છે. દર વર્ષે આ દિવસને મોટા પાયે ઉજવવામાં આવે છે. આ દિવસે મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન આવતી મુશ્કેલીઓ અને તેનાથી કેવી રીતે લડવું તે વિશે જણાવવામાં આવે છે. આ સિવાય ભારતમાં માતૃ મૃત્યુ દર ઘટાડવા માટે સરકાર પ્રયાસો કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news