Nandini vs Amul: વધી રહેલા વિવાદ વચ્ચે અમૂલના MDનો મોટો ખુલાસો, જાણી લો શું આવી પહેલી પ્રતિક્રિયા
Nandini vs Amul Controversy : કર્ણાટકમાં ચૂંટણી સમયે અમૂલ અને નંદીનીનો મામલો ગરમાયો છે ત્યારે બે સહકારી મંડળીઓ અને બે ખેડૂત માલિકીની સંસ્થાઓ વચ્ચે કોઈપણ પ્રકારની સ્પર્ધાનો પ્રશ્ન જ નથી. અમૂલ અને નંદિનીના સારા સંબંધો છે અને આગળ પણ રહેશે
Trending Photos
Nandini vs Amul: દેશની સૌથી મોટી દૂધ વિક્રેતા અમૂલના ( Amul)મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ સોમવારે જણાવ્યું હતું કે અમૂલ અને કર્ણાટક સહકારી ડેરી બ્રાન્ડ નંદિની વચ્ચે સ્પર્ધાનો કોઈ પ્રશ્ન જ નથી. દેશની સૌથી મોટી ડેરી ઉત્પાદક સંઘ અમૂલ ચૂંટણીના સમયે રાજ્યમાં વિસ્તરણ કરવાના તેના નિર્ણય અંગેના વિવાદને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. કારણ કે હવે આને લઈને રાજકીય વિવાદ છેડાઈ ગયો છે અને આ વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો.
અમૂલના એમડી મહેતા કહે છે કે જેમ અમૂલ ગુજરાતમાં ખેડૂતોની સહકારી સંસ્થા છે, તેવી જ રીતે નંદિની એ કર્ણાટક મિલ્ક ફેડરેશન (KMF)ની બ્રાન્ડ છે, જે કર્ણાટકમાં ખેડૂતોની સહકારી સંસ્થા છે. બે સહકારી મંડળીઓ અને બે ખેડૂત માલિકીની સંસ્થાઓ વચ્ચે કોઈપણ પ્રકારની સ્પર્ધાનો પ્રશ્ન જ નથી. અમૂલ અને નંદિની વચ્ચે હંમેશાં સારા સંબંધો છે અને આગળ પણ રહેશે.
કર્ણાટકમાં ચાલી રહેલા અમુલ નંદિની જોડાણને લઇ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહેલ વિવાદના મામલે અમુલ ફેડરેશનના ઇન્ચાર્જ એમડી જયન મહેતાએ જણાવ્યું કે, કર્ણાટકમાં અમુલ ફેડરેશન અને નંદિની વચ્ચે કોઈ વિવાદ નથી. રાજકીય પક્ષ દ્વારા જે વિરોધ થઇ રહ્યો છે તે મામલે હું કઈ બોલી શકું નહીં. અમુલ ફેડરેશન અને નંદિની સાથેના જોડાણથી પશુપાલકોને જ ફાયદો થશે. સહયોગના ભાવનાથી અમે જોડાઈ રહ્યાં છીએ. અમુલ કે નંદિનીને કોઈ નુકશાન નહીં થાય. અમુલ વર્ષોથી કર્ણાટકમાં દૂધ વેચે છે. અમે પ્રાઇવેટને તોડી સહકારી માળખાને મજબૂત બનાવવા જોડાઈ રહ્યાં છે.
જયેન મહેતા, જેમણે આ વર્ષે જાન્યુઆરીમાં અમૂલના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો, જેઓ ખુલાસો કરતાં જણાવે છે કે કર્ણાટકમાં ડેરીના વિકાસ માટે હંમેશા સહાયક રહી છે. અમૂલનું તાજું દૂધ અને દહીં માત્ર ઈ-કોમર્સ અને ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા જ વેચવામાં આવશે, જે ટૂંક સમયમાં શરૂ થશે. અમે બેંગ્લોરમાં અમારા પોતાના પાર્લર દ્વારા પણ આ તાજી રેન્જના ઉત્પાદનોનું વેચાણ કરીશું.
બેંગલોર પ્લાન્ટમાં અમૂલ આઈસ્ક્રીમ બનાવવામાં આવી રહ્યો છે
અમૂલ વર્ષોથી કર્ણાટકમાં હાજર છે, 2015 થી હુબલી અને બેલગામમાં પાઉચ દૂધ અને તાજા ઉત્પાદનોનું વેચાણ કરે છે. કર્ણાટકના ખેડૂતો પાસેથી મેળવેલા દૂધનો ઉપયોગ કરીને એક દાયકાથી વધુ સમયથી બેંગલુરુમાં KMFના ફ્લેગશિપ પ્લાન્ટમાં અમૂલ આઈસ્ક્રીમ બનાવવામાં આવે છે. અમૂલે ભૂતકાળમાં KMF પાસેથી મોટા જથ્થામાં ચેડર ચીઝ પણ ખરીદ્યું છે, તેથી અમૂલ હંમેશા કર્ણાટકમાં ડેરી વિકાસ માટે સહાયક રહ્યું છે.
મર્જરની વાત પણ આવી હતી સામે
ગયા વર્ષના અંતમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે KMF અને અમૂલ વચ્ચે મર્જરની વાત કરી હતી. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે જો અમૂલ અને નંદિની સાથે મળીને કામ કરશે તો ત્રણ વર્ષમાં પ્રાથમિક ડેરી બનશે અને તેમના એકસાથે આવવાથી સમગ્ર દેશના ખેડૂતોને ફાયદો થશે. તે સમયે અન્ય રાજકીય પક્ષો પણ આ યોજનાની વિરુદ્ધમાં આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે