VIDEO: નેશનલ કોન્ફરન્સના નેતાઓએ ફારૂક અબ્દુલ્લા સાથે કરી મુલાકાત

નેશનલ કોન્ફરન્સના નેતાઓએ પૂર્વ મુખ્યમંત્રી અને એનસી અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા સાથે મુલાકાત કરી. એનસી નેતાઓના 15 સભ્યોના પ્રતિનિધિ મંડળે ફારૂક સાથે શ્રીનગર ખાતેના તેમના નિવાસ સ્થાને મુલાકાત કરી. શિષ્ટ મંડળે ફારૂક અબ્દુલ્લાના પુત્ર ઉમર અબ્દુલ્લા સાથે પણ મુલાકાત કરી. આ અવસરે ફારૂક અબ્દુલ્લા સાથે નેતાઓ તેમના ઘરની છત પર જોવા મળ્યાં. તેમની સાથે પત્ની મૌલી અબ્દુલ્લા પણ જોવા મળ્યાં. 
VIDEO: નેશનલ કોન્ફરન્સના નેતાઓએ ફારૂક અબ્દુલ્લા સાથે કરી મુલાકાત

શ્રીનગર: નેશનલ કોન્ફરન્સના નેતાઓએ પૂર્વ મુખ્યમંત્રી અને એનસી અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા સાથે મુલાકાત કરી. એનસી નેતાઓના 15 સભ્યોના પ્રતિનિધિ મંડળે ફારૂક સાથે શ્રીનગર ખાતેના તેમના નિવાસ સ્થાને મુલાકાત કરી. શિષ્ટ મંડળે ફારૂક અબ્દુલ્લાના પુત્ર ઉમર અબ્દુલ્લા સાથે પણ મુલાકાત કરી. આ અવસરે ફારૂક અબ્દુલ્લા સાથે નેતાઓ તેમના ઘરની છત પર જોવા મળ્યાં. તેમની સાથે પત્ની મૌલી અબ્દુલ્લા પણ જોવા મળ્યાં. 

જમ્મુ અને કાશ્મીરમાંથી જ્યારથી કલમ 370 હટાવવામાં આવી છે ત્યારબાદથી પૂર્વ મુખ્યમંત્રી પિતા અને પુત્ર નજરકેદ છે. 81 વર્ષના ફારૂક અબ્દુલ્લા શ્રીનગર સ્થિત પોતાના નિવાસ સ્થાને નજરકેદ છે. જ્યારે ઉમર અબ્દુલ્લાને સ્ટેટ ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યાં છે. 

— ANI (@ANI) October 6, 2019

પાર્ટી પ્રવક્તા મદન મંટૂએ કહ્યું હતું કે શિષ્ટમંડળમાં પાર્ટીના અનેક પૂર્વ ધારાસભ્ય છે.તેમણે વધુમાં કહ્યું કે શિષ્ટમંડળ રાજ્યપાલ સત્યપાલ મલિકને મળ્યું હતું અને તેમની પાસે પાર્ટીના આ બંને વરિષ્ઠ નેતાઓને મળવાની મંજૂરી માંગી હતી. રાજ્યપાલે મંજૂરી આપી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news