Junagadh: કલેક્ટરે તૈયાર કરી અનોખી એપ, 'ચા-પાણી' ના નામે થતી કટકી પર લાગી જશે પ્રતિબંધ

જીલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ડીઆઈઓ દ્વારા એક અનોખી મોબાઈલ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે. ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના માધ્યમથી જે એપ તૈયાર થઈ છે તેનાથી અરજદારોના પ્રમાણપત્રોની ચકાસણી સરળ બનશે અને આગામી દિવસોમાં સરકારમાં આ એપ અંગે રજૂઆત કરીને એન્ડરોઈડ એપ્લીકેશન તરીકે ઉપલબ્ધ થઈ શકશે.

Junagadh: કલેક્ટરે તૈયાર કરી અનોખી એપ, 'ચા-પાણી' ના નામે થતી કટકી પર લાગી જશે પ્રતિબંધ

જૂનાગઢ : જીલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ડીઆઈઓ દ્વારા એક અનોખી મોબાઈલ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે. ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના માધ્યમથી જે એપ તૈયાર થઈ છે તેનાથી અરજદારોના પ્રમાણપત્રોની ચકાસણી સરળ બનશે અને આગામી દિવસોમાં સરકારમાં આ એપ અંગે રજૂઆત કરીને એન્ડરોઈડ એપ્લીકેશન તરીકે ઉપલબ્ધ થઈ શકશે.

કોઈપણ જીલ્લામાં વહીવટી પ્રક્રિયામાં અરજદારો દ્વારા રજૂ કરવામાં આવતાં પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઘણો સમય વેડફાય છે ત્યારે જૂનાગઢ જીલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ એનઆઈસી દ્વારા એક મોબાઈલ એપ તૈયાર કરવામાં આવી છે. જે એપમાં પ્રમાણપત્રનો નંબર નાખીને અથવા બારકો઼ડ સ્કેન કરતાંની સાથે જ તે પ્રમાણપત્ર અંગેની વિગત સામે આવી જાય છે અને તેની ખરાઈ થઈ શકે છે. 

આ એપની ખાસિયત એ છે કે તેમાં પ્રમાણપત્રનો નંબર અથવા બારકોડ નાખતાંની સાથે જ તે પ્રમાણપત્રની અસલ વિગત બતાવે છે તેથી જો કોઈ પ્રમાણપત્ર ખોટું કે ડુપ્લીકેટ હોય તો તુરંત જ ખ્યાલ આવી જાય છે. જે એપ તૈયાર કરાઈ છે તે વિવિધ પ્રકારના પ્રમાણપત્રોની ચકાસણી માટે ઉપયોગી થશે. ડીઆઈઓ દ્વારા વેલીડેશન ઓફ સર્ટીફીકેટ નામની આ એપ રાજ્ય સરકારના ડીજીટલ પોર્ટલ દ્વારા આપવામાં આવતાં જુદા જુદા પ્રમાણપત્રોની ત્વરીત ચકાસણી કરી આપવા ઉપયોગી થશે. આ એન્ડ્રોઈડ એપ હાલ પ્રાયોગિક તબક્કામાં છે. જે ટુંક સમયમાં સરકારમાં રજૂ કરવામાં આવશે અને બાદમાં મોબાઈલ એન્ડરોઈડ પ્લેટફોર્મ ઉપર પણ ઉપલબ્ધ થવાની છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news