આજે નીતિ પંચની ગવર્નિંગ કાઉન્સિલની અધ્યક્ષતા કરશે PM મોદી, મમતા બેનરજી નહીં થાય સામેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે નીતિ પંચની ગવર્નિંગ કાઉન્સિલની પાંચમી બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં દુષ્કાળની સ્થિતિ, કૃષિ ક્ષેત્રના સંકટ, રેઇનવોટર હાર્વેસ્ટિંગ અને ખરીફ પાક માટે તૈયારીઓના મુદ્દા પર વિચાર વિમર્શ કરશે

આજે નીતિ પંચની ગવર્નિંગ કાઉન્સિલની અધ્યક્ષતા કરશે PM મોદી, મમતા બેનરજી નહીં થાય સામેલ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે નીતિ પંચની ગવર્નિંગ કાઉન્સિલની પાંચમી બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં દુષ્કાળની સ્થિતિ, કૃષિ ક્ષેત્રના સંકટ, રેઇનવોટર હાર્વેસ્ટિંગ અને ખરીફ પાક માટે તૈયારીઓના મુદ્દા પર વિચાર વિમર્શ કરશે. સત્તાવાર નિવેદન અનુસાર, બેઠકના પાંચ મુદ્દા એજન્ડામાં મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમ, કૃષિમાં ફેરફાર અને સુરક્ષા સંબંધિત મુદ્દા પણ સામેલ છે. બેઠકમાં ખાસ કરીને નક્સલ પ્રભાવિત જિલ્લાઓ પર વિચાર વિમર્શ થશે.

नीति आयोग ने EC से कहा, चुनाव अभियान में PM की मदद करने के आरोप गलत: सूत्र

રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારી આ બેઠકમાં રાજ્યોના મુખ્યમંત્રી, સંઘ શાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલ, કેટલાક કેન્દ્રીય મંત્રીઓ અને વરિષ્ઠ સરકારી અધિકારી ભાગ લેશે. નવી નરેન્દ્ર મોદી સરકારમાં આ ગવર્નિંગ કાઉન્સિલની પહેલી બેઠક છે. પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ બેઠકમાં સામેલ થવાથી ઇન્કરા કર્યો છે. મમતાનું કહેવું છે કે, નીતિ પંચની પાસે રાજ્યોની યોજનાઓના સમર્થન માટે નાણાકીય અધિકાર નથી, એવામાં આ રીતની બેઠકની કવાયત બેકાર છે.

વડાપ્રધાનની આગેવાનીમાં ગર્વર્નિંગ કાઉન્સિલના સભ્યોમાં નાણા, ગૃહ, રક્ષા, કૃષિ, વાણિજ્ય અને ગ્રામિણ વિકાસ મંત્રીઓ ઉપરાંત રાજ્યોના મુખ્યમંત્રી, નીતિ પંચના ઉપાધ્યક્ષ અને મુખ્ય કારોબારી અધિકારી સામેલ છે. ગર્વનિંગ કાઉન્સિલની બેઠકમાં આગાઉ થયેલી બેઠક પર થયેલી કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવે છે અને સાથે જ ભવિષ્યની વિકાસથી સંબંધિત પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં વડાપ્રધાનની અધ્યક્ષતામાં ગર્વર્નિંગ કાઉન્સિલની 4 બેઠક થઇ ગઇ છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news