PM નરેન્દ્ર મોદી દ્વારકાના સેક્ટર-10માં દશેરા કાર્યક્રમમાં ભાગ લેશે, કરશે રાવણ દહન

અસત્ય પર સત્યની જીતના પાવન તહેવાર દશેરા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ દ્વારકાના સેક્ટર 10માં રામલીલા મેદાનમાં રાવણ દહન કરશે.

PM નરેન્દ્ર મોદી દ્વારકાના સેક્ટર-10માં દશેરા કાર્યક્રમમાં ભાગ લેશે, કરશે રાવણ દહન

નવી દિલ્હી: અસત્ય પર સત્યની જીતના પાવન તહેવાર દશેરા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ દ્વારકાના સેક્ટર 10માં રામલીલા મેદાનમાં રાવણ દહન કરશે. વડાપ્રધાનના અહીં આવવાના કારણે સુરક્ષાના કડક ઈન્તેજામ કરવામાં આવ્યાં છે અને સમગ્ર વિસ્તાર છાવણીમાં ફેરવાઈ ગયો છે. 

વાત જાણે એમ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દશેરા કાર્યક્રમમાં સામેલ થવાના પગલે સેક્ટર 10 રામલીલા મેદાન અને તેની આસપાસ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવી છે. સમગ્ર રામલીલા મેદાનને છાવણીમાં ફેરવી નખાયો છે. આથી દ્વારકા રામલીલા ગ્રાઉન્ડમાં રાવણ દહન જોવા આવનારા લોકોએ કડક સુરક્ષા ઘેરામાંથી પસાર થવું પડશે. અહીં સુરક્ષાના ચાર લેયર બનાવવામાં આવ્યાં છે. જેમાંથી લોકોએ પસાર થવું પડશે. આ મેદાનમાં દિલ્હી  પોલીસ, કેન્દ્રીય પોલીસ દળ, અને એસપીજીના જવાનો સંપૂર્ણ રીતે સુરક્ષા ઈન્તેજામમાં તૈનાત કરાયા છે. વડાપ્રધાન આવતા પહેલા એસપીજીના જવાનોએ સમગ્ર ગ્રાઉન્ડની જવાબદારી પોતાને માથે લઈને સુરક્ષાની સમીક્ષા કરી. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે ભાજપના પૂર્વ ધારાસભ્ય રાજેશ ગહેલોત દશેરા અને રામલીલાના કાર્યક્રમનું આયોજન કરાવે છે. પીએમ મોદી લાલ કિલ્લા ઉપરાંત એકવાર લખનઉના દશેરાના કાર્યક્રમમાં પણ ભાગ લઈ ચૂક્યા છે. 

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત વર્ષ લાલ કિલ્લા મેદાનના લવ કુશ રામલીલામાં આ કાર્યક્રમ જોવા ગયા હતાં. તેમની સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ ત્યાં ગયા હતાં. અહીં પીએમ મોદીએ રામ લક્ષ્મણનું તિલક કર્યું હતું. આ દરમિયાન તમામ ગણમાન્ય હસ્તિઓની હાજરીમાં રાવણ, મેઘનાદ, અને કુંભકર્ણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિકાત્મક તીર છોડીને રાવણનો અંત કર્યો હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news