આવતીકાલથી શરૂ થનારી ટ્રેનો પર ઘણા રાજ્યના CMએ PM મોદી સામે ઉઠાવ્યો વાંધો

લોકડાઉન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચમી વખત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કરી રહ્યા છે. તે દરમિયાન તેલંગાણાના સીએમ સહીત કેટલાક અન્ય રાજ્યોએ 12 મેથી શરૂ થનાર સ્પેશિયલ ટ્રેનોને શરૂ કરવા પર વાંધો ઉઠાવ્યો હતો

આવતીકાલથી શરૂ થનારી ટ્રેનો પર ઘણા રાજ્યના CMએ PM મોદી સામે ઉઠાવ્યો વાંધો

નવી દિલ્હી: લોકડાઉન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચમી વખત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કરી રહ્યા છે. તે દરમિયાન તેલંગાણાના સીએમ સહીત કેટલાક અન્ય રાજ્યોએ 12 મેથી શરૂ થનાર સ્પેશિયલ ટ્રેનોને શરૂ કરવા પર વાંધો ઉઠાવ્યો હતો. તેમનું કહેવું છે કે, તેનાથી વાયરસ ફેલાવવાનો ખતરો વધી જશે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ અને તમિલનાડુના મુખ્યમંત્રીએ કહ્યું કે મેના અંત સુધી રેલવે અને હવાઈ યાત્રાઓ શરૂ કરવી જોઇએ નહીં. તેઓ મજૂરો માટે ચલાવવામાં આવી રહેલી વિશેષ ટ્રેનનો વિરોધ નથી કરી રહ્યાં પરંતુ મંગળવારથી જે 15 ટ્રેન શરૂ કરવાનો સરકારે નિર્ણય લીધો છે તેનો વિરોધ કરી રહ્યાં છે.

સમાજિક દૂરીના નિયમોમાં છૂટથી વધશે સમસ્યા
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સમગ્ર દુનિયા માને છે કે, ભારત કોવિડ-19થી સફળતાપૂર્વક સુરક્ષિત રહ્યું છે, જેમાં રાજ્યોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. તેમણે વિભિન્ન રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથે સંવાદમાં કહ્યું કે, આગળનો માર્ગ અને સામે આવનારા પડકારને લઇને સંતુલિત રણનીતિ બનાવી પડશે અને લાગુ કરવી પડશે. મોદીએ મુખ્યમંત્રીઓની સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીતમાં કહ્યું કે, આજે તમે જે સૂચનો કરશો, તેના આધાર પર અમે દેશની આગળની દિશા નક્કી કરી શકશું.

વડાપ્રધાને મુખ્યમંત્રીઓને કહ્યું, જ્યાં પણ આપણે સમાજિક અંતરના નિયમનું પાલન નથી કર્યું, આપણી સમસ્યાઓ વધી ગઈ. તેમણે કહ્યું કે, આપણા માટે સૌથી મોટો પડકાર કોવિડ-19ને ગામ સુધી ફેલાવતા રોકવાનો રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ-19ના સંક્રમણને ફેલાતા રોકવા, લોકડાઉનથી તબક્કાવાર બહાર નિકળવા અને આર્થિક ગતિવિધિઓને વેગ આપવાના ઉપાયો પર મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી. શહેરી વિસ્તારોથી ગ્રામ્ય ભારત તરફ શ્રમિકોના સ્થળાંતર અને મજૂરોને તેમના ઘરે જવાથી આર્થિક ગતિવિધિઓની પુન:સ્થાપના કરવામાં આવતી સમસ્યાઓ પર પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી.

કોરોના સંકટ દરમિયાન વડા પ્રધાન મોદીએ પાંચમી વખત મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી. મુખ્યમંત્રીઓ સાથેની વાતચીત દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને સ્વાસ્થ્ય મંત્રી હર્ષ વર્ધન પણ હાજર હતા.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગનમોહન રેડ્ડી, પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડૂ સહિત ઘણા મુખ્યમંત્રી આ બેઠકમાં સામેલ થયા હતા. ઉલ્લેખનીય છે કે, રવિવારે કેબિનેટ સચિવ રાજીવ ગૌબા સાથેની મુલાકાત દરમિયાન રાજ્યોના મુખ્ય સચિવોએ તેમને કહ્યું હતું કે કોવિડ -19 થી સુરક્ષા જરૂરી છે, પરંતુ તે જ સમયે તબક્કાવાર આર્થિક પ્રવૃત્તિઓને પણ પુનર્સ્થાપિત કરવાની જરૂર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news