UP: મુઝફ્ફરનગરમાં રોડવેઝની બસે પગપાળા માદરે વતન જઈ રહેલા મજૂરોને કચડ્યા, 6ના મોત
Trending Photos
નવી દિલ્હી: લોકડાઉનના કારણે મજૂરોનું સતત પલાયન ચાલુ છે. કોઈ પગપાળા તો કોઈ શ્રમિક ટ્રેન દ્વારા પોતાના ઘરે પાછા ફરી રહ્યાં છે. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં પગપાળા જ પોતાના ઘરે જઈ રહેલા મજૂરોને રોડવેઝની બસે કચડી નાખ્યા છે. ગુરુવારે વહેલી સવારે ઘટેલી આ ઘટનામાં 6 મજૂરોના મોત થયા છે. જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
6 migrant workers who were walking along the Muzaffarnagar-Saharanpur highway killed after a speeding bus ran over them late last night, near Ghalauli check-post. Case registered against unknown bus driver. pic.twitter.com/s81e7gpYkH
— ANI UP (@ANINewsUP) May 14, 2020
એવું કહેવાય છે કે તમામ મજૂરો પંજાબમાં કામ કરતા હતાં અને બિહાર જઈ રહ્યાં હતાં. મજૂરો પગપાળા જ ગુરુવારે મુઝફ્ફરનગર કોતવાલીના સહારનપુર રોડ પર પહોંચ્યા હતાં. ત્યારે જ એક રોડવેઝની બસે તેમને કચડી નાખ્યાં. આ ઘટનામાં 6 મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે બે ઘાયલ થયા છે. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
જુઓ LIVE TV
આ ઘટનાની જાણકારી મળતા જ પોલીસ પ્રશાસનમાં હડકંપ મચી ગયો છે. તરત ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહોને કબ્જામાં લીધા તથા ઘાયલ મજૂરોને જિલ્લા હોસ્પિટલમાં ખસેડ્યા. પોલીસના જણાવ્યાં મુજબ મૃતક મજૂરો બિહારના ગોપાલગંજ જિલ્લાના રહીશ છે અને પંજાબથી પગપાળા પોતાના વતન પાછા ફરી રહ્યાં હતાં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે