Maharashtra: 15 ઓગસ્ટથી શરૂ થશે Mumbai Local, પણ આ શરતે જ લોકોને મુસાફરી કરવાની મળશે મંજૂરી
આ નિર્ણયથી લોકોને ખુબ રાહત મળે તેવી આશા છે.
Trending Photos
મુંબઈ: મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ 15 ઓગસ્ટથી મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન પાછી શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. આ નિર્ણયથી લોકોને ખુબ રાહત મળે તેવી આશા છે.
વેક્સીનેટેડ હશે તેમને જ એન્ટ્રી
સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે કોરોના રસીકરણના પહેલા તબક્કામાં રસીના બંને ડોઝ લેનારા લોકોને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. ટ્રેનમાં સફર દરમિયાન મુસાફરોએ પોતાની પાસે બંને ડોઝના પ્રમાણ પત્રો રાખવા જરૂરી રહેશે. એટલું જ નહીં રસીકરણના 14 દિવસ પૂરા થયા બાદ જ મુસાફરોને ટ્રેનમાં મુસાફરીની મંજૂરી રહેશે. સીએમ ઠાકરેએ કહ્યું કે જે લોકોએ 15 દિવસ પહેલા રસીના બંને ડોઝ લીધા છે તેમને ટ્રેનોમાં મુસાફરી માટે મંજૂરી અપાશે. તેનાથી ઓછા દિવસ હશે તો લોકો લોકલમાં મુસાફરી કરી શકશે નહીં.
એપ દ્વારા કરાવવાનું રહેશે રજિસ્ટ્રેશન
રવિવારે રાતે 8 વાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા લાઈવ આવીને સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મુંબઈમાં 19 લાખ લોકો છે જેમણે રસીના બંને ડોઝ લઈ લીધા છે. આ બધા લોકો એપના માધ્યમથી પોતાનું રજિસ્ટ્રેશન કરાવીને ટ્રેનમાં સફર કરી શકે છે. જ્યાં સુધી સમગ્ર રાજ્યમાં રસીકરણ પૂરું ન થઈ જાય ત્યાં સુધી ખુબ સાવચેતીથી એક એક ડગલું આગળ વધવું પડશે. આથી હોટલ, રેસ્ટોરા, મોલ અને ધાર્મિક સ્થળોમાં ઢીલ આપવાનો નિર્ણય સોમવારે કોવિડ-19 ટાસ્ક ફોર્સ સાથે બેઠક દરમિયાન લેવાશે.
6 જિલ્લામાં હજુ પણ કોરોનાનો પીક
સીએમ ઠાકરેએ કહ્યું કે મે પ્રાઈવેટ ઓફિસોને ભલામણ કરી છે કે તેઓ પોતાનો કામકાજનો સમય ઓછો કરે. આપણે ત્રીજી લહેરની તૈયારી પહેલેથી કરવી જોઈએ. અમે થોડીક જગ્યાએ ઢીલ આપવાનો નિર્ણય કર્યો છે. આવામાં જો રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ફરીથી વધે તો લોકડાઉન લગાવવામાં આવશે. રાજ્યના 6 જિલ્લા હજુ પણ ચિંતાનો વિષય બનેલા છે. કારણ કે આ વિસ્તારોમાં કોવિડ-19ના કેસની સંખ્યા હજુ પણ વધુ છે. પુણે, અહેમદનગર, સોલાપુર, કોલ્હાપુર, સાંગલી, સતારા, સિંધુદુર્ગ, રત્નાગિરી, અને બીડમાં હજુ પણ મોટી સંખ્યામાં કેસ સામે આવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે