મુંબઇના સમુદ્રમાં ONGC ના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડીંગ, 6 લોકોને બચાવાયા, 9 લોકો હતા સવાર
મહારાષ્ટ્રની રાજધાની મુંબઇથી મોટી ઘટના સામે આવી છે. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડના એક હેલિકોપ્ટરમાં મંગળવારે ટેક્નિકલ ખરાબી સર્જાઇ હતી. ત્યારબાદ હેલિકોપ્ટર ઇમરજન્સીમાં અરબ સાગરમાં કંપનીના એક રીંગ પાસે ઉતાર્યું. ઓએનજીસીના આ હેલિકોપ્ટરમાં બે પાયલોટ સહિત નવ લોકો સવાર હતા.
Trending Photos
મુંબઇ: મહારાષ્ટ્રની રાજધાની મુંબઇથી મોટી ઘટના સામે આવી છે. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડના એક હેલિકોપ્ટરમાં મંગળવારે ટેક્નિકલ ખરાબી સર્જાઇ હતી. ત્યારબાદ હેલિકોપ્ટર ઇમરજન્સીમાં અરબ સાગરમાં કંપનીના એક રીંગ પાસે ઉતાર્યું. ઓએનજીસીના આ હેલિકોપ્ટરમાં બે પાયલોટ સહિત નવ લોકો સવાર હતા. ઓએનજીસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી નવમાં 6 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
હેલિકોપ્ટરમાં ઓએનજીસીના છ કર્મચારી સવાર હતા અને એક વ્યક્તિ કંપની સાથે કામ કરનાર કોન્ટ્રાક્ટર સાથે સંબંધ ધરાવે છે. હેલિકોપ્ટરને ઇમરજન્સી સ્થિતિમાં ઉતરવા માટે ફ્લોટર્સનો ઉપયોગ કરવો પડ્યો, જે આવા તાંબા સાથે જોડાયેલો હોય છે, જે કર્મચારીઓ અને સામાનને કિનારેથી સમુદ્રમાં તટથી દૂર પ્રતિષ્ઠાનો સુધી લઇ જાય છે. હજુ એ સ્પષ્ટ થઇ શક્યું નથીક એ કઇ પરિસ્થિતિના કારણે ઇમરજન્સી લેન્ડીંગ થયું. અન્ય વિવરણની રાહ જોવામાં આવી રહી છે.
One more person has been rescued by #ONGC rig Sagar Kiran rescue boat, taking the rescued persons to 5 https://t.co/63SMfLyb9p
— Oil and Natural Gas Corporation Limited (ONGC) (@ONGC_) June 28, 2022
ઓએનજીસીના અરબ સાગરમાં ઘણી રિંગ અને પ્રતિષ્ઠાન છે, જેનો ઉપયોગ સમુદ્ર તટની નીચે સ્થિત ભંડારમાંથી ઓઇલ અને ગેસનું ઉત્પાદન કરવા માટે કરવામાં આવે છે. ઓએનજીસીએ ટ્વીટ કર્યું 'અરબ સાગર સ્થિત મુંબઇ હાઇમાં ઓએનજીસી રિંગ સાગર કિરણ પાસે હેલિકોપ્ટર દુર્ઘટના, સાત મુસાફરો અને બે પાયલોટ સવાર. ચારને બચાવવામાં આવ્યા. બચાવ અભિયાન ચાલી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે