ના વાદળી કે ના ગુલાબી? કેવો હશે રણબીર કપૂર-આલિયા ભટ્ટના બેબી રૂમનો કલર

સૂત્રો મુજબ, દંપતી તેમના પ્રથમ બાળકના રૂમનો કલર ન્યૂટ્રલ રાખશે. સૂત્રએ જણાવ્યું છે કે, 'આલિયા અને રણબીરે બાળકના રૂમના કલરને ન્યૂટ્રલ રાખવાનો પ્લાન બનાવ્યો છે. એકવાર આલિયા ઘરે પરત ફર્યા પછી તે અને તેનો પતિ બેબી રૂમની સજાવટનું કામ જોશે.

 ના વાદળી કે ના ગુલાબી? કેવો હશે રણબીર કપૂર-આલિયા ભટ્ટના બેબી રૂમનો કલર

નવી દિલ્હી: બોલિવુડનું ખુબસૂરત કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ટૂંક સમયમાં તેમના બાળકના માતા-પિતા બનવાના છે. 27 જૂને આલિયાએ હોસ્પિટલમાં સોનોગ્રાફી સ્ક્રીન જોતી વખતે તેની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આ ખુશખબર આપ્યા બાદ સોશિયલ મીડિયાથી લઈને સર્વત્ર અભિનંદનનો દોર શરૂ થયો છે. રિપોર્ટ્સનું માનીએ તો રણબીર તેના ભાવિ બાળક માટે શોપિંગ કરી ચૂક્યો છે, અને આ કડીમાં રણબીર અને આલિયાના થનાર બેબીના રૂમના કલરને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે.

આ હશે બેબીના રૂમનો કલર
સૂત્રો મુજબ, દંપતી તેમના પ્રથમ બાળકના રૂમનો કલર ન્યૂટ્રલ રાખશે. સૂત્રએ જણાવ્યું છે કે, 'આલિયા અને રણબીરે બાળકના રૂમના કલરને ન્યૂટ્રલ રાખવાનો પ્લાન બનાવ્યો છે. એકવાર આલિયા ઘરે પરત ફર્યા પછી તે અને તેનો પતિ બેબી રૂમની સજાવટનું કામ જોશે, જે ના તો વાદળી છે કે ના તો ગુલાબી. તો જે લોકો આલિયા અને રણબીરના બાળકના જેન્ડરની રાહ જોઈ રહ્યા હતા, તેમણે હવે તેની રાહ જોવી પડશે.

જોકે, કેટલાક અહેવાલોનું માનીએ તો રણબીરે તેના ભાવિ બાળક માટે કપડાંની ખરીદી કરી લીધી છે. તેણે સ્પેનમાં પોતાની અનટાઈટલ્ડ ફિલ્મના શૂટિંગ દરમિયાન આ જવાબદારી માટે સમય કાઢ્યો હતો. જો કે આ સમાચાર કેટલા સાચા છે તે તો આગામી દિવસોમાં ખબર પડશે.

અમારું બાળક... આલિયાની ઇન્સ્ટા પોસ્ટ
આલિયાએ 27 જૂને ઈન્સ્ટાગ્રામ પર હોસ્પિટલનો ફોટો શેર કરીને પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. ફોટોમાં તે એક બાજુ બેડ પર સૂઈને સ્ક્રીન જોઈ રહી છે. બીજી તસવીરમાં આલિયા, રણબીર અને મોનિટરિંગ સ્ક્રીન પર એક હાર્ટ નજરે પડે છે. આ ફોટો શેર કરતા તેમણે લખ્યું- 'અમારું બાળક... જલ્દી આવી રહ્યું છે.' આલિયાની આ પોસ્ટ પર પરિવાર અને મિત્રો સિવાય લાખો લોકોએ આવનારી ખુશીઓ માટે શુભેચ્છા પાઠવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news