Anant Radhika Engagement: રાધિકા મર્ચન્ટે સસરા અને પતિ અનંતનો હાથ પકડ્યો, તસવીરો થઇ વાયરલ

Mumbai News: ઈશા અંબાણીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરમાં મુકેશ અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. જ્યારે રાધિકાએ તેના પતિ અને સસરાનો હાથ પકડી રાખ્યો છે. 

Anant Radhika Engagement: રાધિકા મર્ચન્ટે સસરા અને પતિ અનંતનો હાથ પકડ્યો, તસવીરો થઇ વાયરલ

Ambani Family: મુંબઈના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના (Mukesh Ambani) પુત્ર અનંત અંબાણીએ (Anant Ambani) ગુરુવારે ઉદ્યોગપતિ વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી લીધી છે. મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા ખાતે ગોળધાણા અને ચુનરીની વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે મુકેશ અંબાણીનો આખો પરિવાર (Ambani Family) એક સાથે જોવા મળ્યો હતો. બીજી તરફ, એક દિવસ પહેલા મહેંદી સેરેમનીની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ઈશા અંબાણીએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં રાધિકા તેના સસરા મુકેશ અંબાણી અને પતિ અનંતનો હાથ પકડેલી જોવા મળી રહી છે. આ તસવીર પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ઈશા અંબાણીએ ઈન્સ્ટાગ્રામ (Isha Ambani Piramal Instagram) પર શેર કરેલી તસવીરમાં મુકેશ અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. બીજી તરફ રાધિકાએ તેના પતિ અને સસરાનો હાથ પકડ્યો છે જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. લોકો આ તસવીરને જોરદાર શેર પણ કરી રહ્યા છે. સાથે જ ઈશા અંબાણીએ પણ આ તસવીર શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી છે. આ ફંક્શનમાં આખો અંબાણી પરિવાર હાજર હતો અને દરેક ખૂબ જ ખુશ દેખાતા હતા. કાર્યક્રમ દરમિયાન સાસુ નીતા અંબાણીએ એક ક્ષણ માટે પણ રાધિકાનો સાથ ન છોડ્યો. તે રાધિકાનો હાથ પકડેલી જોવા મળી હતી.

મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીએ પત્ની ટીના અંબાણી સાથે સગાઈના કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેણે મીડિયાને  પોઝ પણ આપ્યા હતા. રાધિકા અને અનંતના રોકા ગયા વર્ષે 29 ડિસેમ્બરે રાજસ્થાનના નાથદ્વારામાં આવેલા શ્રીનાથજી મંદિરમાં થયા હતા.

સોશિયલ મીડિયા પર યુઝર્સ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'બહુ સુંદર કપલ', બીજા યુઝરે લખ્યું, 'ક્યૂટ પિક્ચર', જ્યારે બીજા યુઝરે લખ્યું, 'Proud Young Lady'

ખૂબ જ સરસ લાગી રહ્યું હતુ કપલ
અનંત તેની સગાઈ સમારોહમાં ગ્રીન કલરના પરંપરાગત કુર્તામાં જોવા મળ્યો હતો. જ્યારે રાધિકાએ ગોલ્ડન કલરનો લહેંગો પહેર્યો છે. કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યું હતું.

અનંત અને રાધિકા તેમના સમગ્ર અંબાણી પરિવાર સાથે આભાર માનતા જોવા મળ્યા હતા. અંબાણી અને રાધિકાની સગાઈની સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ફંક્શનમાં બોલિવૂડથી લઈને બિઝનેસ સુધીના દિગ્ગજ સ્ટાર્સ સામેલ થયા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news