CM યોગી બોલ્યા- મુગલ આપણા લાયક નહીં, શિવાજીના નામ પર હશે આગરાનું મ્યૂઝિયમ
મુખ્યમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું કે, આગરામાં બની રહેલા મ્યૂઝિયમને છત્રપતિ શિવાજી મહારાજના નામથી ઓળખવામાં આવશે. તમારા નવા ઉત્તર પ્રદેશમાં ગુલામી માનસિકતાના પ્રતીક ચિન્હોને કોઈ સ્થાન નથી.
Trending Photos
લખનઉઃ ઉત્તર પ્રદેશના મુગલ મ્યૂઝિમયનું નામ બદલી દેવામાં આવ્યું છે. આગરાના મુગલ મ્યૂઝિયમનુંનામ હવે છત્રપતિ શિવાજી મહારાજ મ્યૂઝિડમય હશે. આગરા જિલ્લાની વિભાગની સમીક્ષા દરમિયાન મુખ્યંત્રી યોગી આદિત્યનાથે આ નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રીએ એક ટ્વીટમાં આ નિર્ણયની જાણકારી આપી છે. તેમણે ટ્વીટમાં લખ્યું, આગરામાં બની રહેલા મ્યૂઝિયમને છત્રપતિ શિવાજી મહારાજના નામથી ઓળખવામાં આવશે. તમારા નવા ઉત્તર પ્રદેશમાં ગુલામી માનસિકતાના પ્રતીક ચિન્હોને કોઈ સ્થાન નથી. આપણા બધાના નાયક શિવાજી મહારાજ છે. જય હિંદ, જય ભારત.
आगरा में निर्माणाधीन म्यूजियम को छत्रपति शिवाजी महाराज के नाम से जाना जाएगा।
आपके नए उत्तर प्रदेश में गुलामी की मानसिकता के प्रतीक चिन्हों का कोई स्थान नहीं।
हम सबके नायक शिवाजी महाराज हैं।
जय हिन्द, जय भारत।
— Yogi Adityanath (@myogiadityanath) September 14, 2020
આ પહેલા યોગી સરકારે નિર્ણય કર્યો હતો કે રાજ્યના 11 શહીદોના નામ પર તેના જિલ્લાના એક-એક રોડનું નામકરણ કરવામાં આવશે. આ વિશે લોક નિર્માણ વિભાગ તરફથી નોટિફિકેશન પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. પ્રદેશના લોક નિર્માણ વિભાગ તરફથી જય હિંદ વીર પથ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ આ રસ્તાઓ પર શહીદોના સન્માનમાં મોટા અને આકર્ષક બોર્ડ લગાવવાના આદેશ પણ આપ્યા છે.
ઓગસ્ટ મહિનામાં યોગી સરકારે નિર્ણય કર્યો હતો કે શામલીમાં વીર ચક્ર પ્રાપ્ત શહીદ સ્ક્વાડ્રન લીડર મદનપાલ સિંહ ચૌહાણના નામ પર જસાલા-કાંધલા માર્ગનું નામકરણ થશે. તે માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંજૂરી પણ આપી દીધી હતી. ઘણા વર્ષોથી આ વિસ્તારના લોકોની માગ હતી. માગ પૂરી થયા બાદ શહીદના પરિવારજનોએ યૂપી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે